________________ સર્જિત થાય છે. હે રાજા ! જિનેંદ્ર, બલદેવાદિક અને કૃષ્ણાદિ વાસુદેવે મારા જેવાએ કેમ જોવા રોગ્ય ન હોય ? પછી મુનિવર નારદે અનેક દેશની વાર્તા કરી, અને સર્વ તીર્થમાંથી લાવેલી આશિષ કૃષ્ણને આપી. કૃષ્ણ અને મુનિ નારદ વચ્ચે એમ વાર્તાલાપ થત હતા, તેવામાં ત્યાં શ્રી નેમિનાથ આવી ચડ્યા. ભગવંતને આવેલા જાણી સમગ્ર સભા ઉભી થઈ. કૃષ્ણ સાથે નારદ મુનિ પણ પ્રભુને જોઈ ઉભા થયા. બીજા સિંહાસન ઉપર શ્રી નેમિનાથને બેસારી, નારદજી ભાવથી શ્રી નેમિનાથની નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. હે નાથ ! હે જિનાધીશ ! તમે જય પામે. પાપને નાશ કરનાર અને જરા મરણના દુઃખનો અંત કરનારા તમે છે. હે નાથ ! તમે આ જગતનાં ચક્ષુ છે. ભવ્યરૂપ કમળમાં સૂર્ય છે. કળાવાન અને સદા ઉદય પામનાર તમે શાંતિમય ચંદ્ર છે. દેવના દેવ, દેવને સેવવા યોગ્ય, અને સર્વ કલ્યાણના કારણરૂપ એવા તમે જિનનાથને નમસ્કાર છે. કામદેવરૂપ ગજેંદ્રમાં કેશરી સમાન, મેહરૂપ સર્ષમાં ગરૂડરૂપ અને જન્મ મૃત્યુને વિનાશ કરનાર આપને P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.