________________ 229 આવતાં તેનું વિમાન ઔલિત થયું. પોતાના જ્ઞાનથી વિચારતાં બધું વૃત્તાંત તેના જાણવામાં આવ્યું. પૂર્વ પિતાની સ્ત્રી હરણ કરેલ, એ કોપથી તેણે તે કુમારનું હરણ કર્યું. કુમારના હરણથી કૃષ્ણને મહા શેક ઉત્પન્ન થયો. આ પ્રમાણે ચક્રવર્તિએ શ્રી તિર્થકરને તે વૃત્તાંતનો પ્રશ્ન પુછવાથી પ્રભુએ તે સર્વ દ્વિરનું કારણ વિસ્તારથી જણાવ્યું. પ્રભુ બોલ્યા: હે રાજા ! કોઇની સાથે વૈર કરવું નહિ. લેકમાં દુઃખદાયક અને ધર્મને નાશ કરનારૂં વૈર છે. વૈરથી પ્રાણુઓ ઘોર નિર્કમાં પડે છે. વિરનું આવું અશુભ ફળ. જાણી, વિચક્ષણ એ સંસારના કારણરૂપ વૈરનો સર્વથા ત્યાગ કરે. પ્રભુનાં વચન સાંભળી સર્વેએ પરસ્પર વૈર છોડી સર્વ પ્રાણી સાથે ક્ષમા માગી. તે સમયે ત્યાં આવેલા નારદ હર્ષ પામ્યા. શ્રી તિર્થક રને નમી, કૃષ્ણના પ્રેમને લીધે ત્યાંથી ચાલ્યા.. છે. વિજયાર્ધ પર્વત ઉપર આવેલા મેઘકૂટ નગર : માં કૃષ્ણના હરેલા બાળકને જોવાની ઈચ્છાથી આવ્યા. ત્યાં કાલસંવર રાજાની સભામાં નારદજી આવ્યા, નારદજીને આવેલા જોઈ રાજા ઉભો થયે, અને ભક્તિથી નારદજીનો સત્કાર કર્યો. નારદજી આશીવાદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust