________________ ફળને, કેકે શંખની રેખાને અને સ્તનએ શ્રીફળને હરાવી દીધાં હતાં. તેણીના બન્ને બહુ સુંદર આ કૃતિવડે માલની પુષ્પની માળાની ઉપમા ગ્રહણ કરતા હતા. શુભ રેખાઓયુક્ત એવા કર કમલવડે તે ઘણી રમણીય લાગતી હતી. એ અનુપમ સુંદરીના કટિ ભાગે સિંહને, નિતંબ ભાગે પર્વતની શિલાઓને અને ઉરૂ ભાગે કદલી સ્તંભને અવશ્ય જીતી લીધા હોય, એમ લાગતું હતું. કમળ, રક્ત, મનહર અને શુભ રેખાવાળાં તેણીનાં ચરણકમળ રાજ લક્ષણોથી શોભતાં હતાં. તે સુંદરી સરસડાના પુષ્પ જેવી કોમળ, ગજેદ્રની ગતિ ચાલનારી અને સર સ્વતિની જેમ સર્વ શાસ્ત્રાર્થમાં નિપુણ હતી. - તે સત્યભામા રાણી સાથે કૃષ્ણ રાજા ભેગ વિલાસ કરતાં રાજ્ય લક્ષ્મીવાળું અને સર્વદા નિષ્કટક એવું દ્વારિકાનું રાજ્ય કરતા હતા. મેઘને વિજળીની જેમ, અગ્નિને શિખાની જેમ અને સમુદ્રને ભરતીની જેમ એ રાણી કૃષ્ણને અનુસરી રહેતી હતી. શંકરને જેમ પાર્વતિ અને ઈંદ્રને જેમ ઈદ્ર[, તેમ કૃષ્ણને સત્યભામા પ્રિય રાણી થયાં હતાં. એ રાણી સાથે સુખ વિલાસમાં છતાં કૃષ્ણ રાજા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust