________________ 21 મરથ રાજાને ઘણે વાર્યો, તે પણ તે તેણીને ત્યાં મુકી ચાલ્યો ગયો. શુકનોએ તેને સૂચના આપી, તે પણ તે મૂઢ રાજાએ ગણું નહીં. અવશ્ય ભાવી ભાવ હોય તેનો ઉપાય છે જ નહીં. - હેમરથ રાજા ગયા પછી શું બન્યું તે સાંભછે.– મધુ રાજાએ મોહવશ થઈ મંત્રીને કહ્યું, વિચક્ષણ મંત્રી ! હવે એ પ્રાણવલ્લભાને અહીં લાવે. મંત્રીએ કહ્યું, મહારાજા ! ક્ષણ વાર પૈર્ય રાખે. રાત્રિ પડે ત્યાં સુધી રહો. મંત્રીનાં આ વચનથી રાજા સંતોષ પામી સુખે રહ્યા. તે અરસામાં જાણે રાજાને દુઃખી જોઈ દયા આવી હોય, તેમ સૂર્ય મંદ મંદ રીતે અસ્ત પામી ગયે. અસ્ત પામતા સૂર્ય ચક્રવાક પક્ષીના જોડાને વિયોગ કર્યો, કમલને સંકેચ આપ્યો, અને કામીઓને સંતોષ આપે. પશ્ચિમ દિશા રક્ત વર્ણિ કરી દીધી. સંધ્યાએ આકાશરૂપ આંગણામાં પંચરંગી વર્ણ ધારણ કર્યો. સૂર્યની કાંતિથી નષ્ટ થયેલું અંધકાર જે ગિરિગુહામાં પેશી ગયું હતું, તે પિતાને વખત આવવાથી બહાર નીકળી આવ્યું. નીચું, ઉંચું, ચલ, અચલ, સમ અને વિષમ બધું અંધકારથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust