________________ 209 રક્ષકની સાથે રહેજો. તે આભૂષણાદિ પિશાક તૈયા૨ થાય, એટલે લઈને સત્વર આવજે. રાજા મધુ મને રાજ્યના હિત માટે રજા આપે છે. તમને અહીં રહેવાનું કહેલું છે. રાજા મધુ પ્રેમ અને ભક્તિથી આપણી તરફ જુએ છે. દેવી ! તમે અહીં સુખે રહેજે. હું સ્વસ્થાન પ્રત્યે જાઉં છું. તે સાંભળી ચંદ્રપ્રભા દુઃખાતુર થઈ બેલી– રાજા ! તમે તમારાં અભાગ્યથી પ્રેરાઈને અહીં આવ્યા છે. વિચાર કરે, મને અહીં એકલી મુકી ઘેર જાઓ નહીં. તમે હવે જરૂર જાણજો કે, મધુ રાજા તમારી સ્ત્રીને પિતાની સ્ત્રી કરી લેશે. તે સાંભળી રાજા - મૂઢ ! હૃદયમાં એવા વિચાર લાવ નહીં. તારા જેવું મધુ રાજાનું હૃદય નથી. રાજા મધુ મારી ઉપર શુદ્ધ પ્રીતિવાળે છે. કદિ પણ તેનું હૃદય વિપરીત જોવામાં આવતું નથી. હે ભદ્રે ! તેથી તું અહીં નિશ્ચીત થઈને રહે. થોડા દિવસ પછી તારે આપણા નગરમાં આવવું. ચંદ્રપ્રભા બેલી– સ્વામી ! આ કાર્ય કરવું રહેવા દો. પછી તમે જાણશે. મધુ રાજાની કેવી પ્રીતિ છે, તેની સ્પષ્ટતા ફળવડે થઈ જશે. આ પ્રમાણે રાણીએ 27 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust