________________ 202 વૃક્ષ નહોતાં, કે જે વસંતમાં નવ પલ્લવિત કે પુત્ર ષિત ન થયાં હતાં. સર્વ વૃક્ષનું સેવન મધુકરો કરતા હતા. આ મનહર વસંત પૃથ્વી ઉપર વ્યાપ્ત થતાં કામદેવનાં બાણથી મધુ રાજ વિશેષ ઘાયલ થવા લાગે. સુંદર મેતીના હારથી, કપૂરથી, કમલના નાલથી, કદલી પત્રના વાયુથી, શીતલ પંખાથી, ચંદનના લેપથી, ચંદ્રની સ્નાથી અને બીજા તેવા સૈકડો શીતપચારથી પણ રાજાનો તાપ શાંત થતો નહોતો. વિચિત્ર ઔષધો અને કમલો પણ એ કાંતાના વિરહથી તપેલા રાજાને વિષરૂપ લાગતાં હતાં. આ પ્રમાણે વિરહાગ્નિના તાપથી રાજા પરિતાપ પામતાં તેના પરિવાર શેક કરવા લાગ્યા. છેવટે રાજાએ વિરહ પીડિત થઈ, અન્ન અને જળ છોડી દીધાં હતાં, ત્યાં સુધી પણ તેની પાસે મંત્રી આવ્યા નહીં. . . ! . એક વખતે મંત્રીએ કેઇના મુખથી રાજાની આ સ્થિતિ સાંભળી, એટલે તે તત્કાળ જ્યાં રાજા દુઃખી થઈ પડયા હતા, ત્યાં આવ્યો. રાજાને નમન કરી મંત્રી વિનયથી આગળ બેઠે. તેને જોતાંજ રાજા બે હાથે તેને વળગી પડ્યો. અને કહ્યું, વ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust