________________ 201 નવ વનવાળી, સર્વ લક્ષણથી યુક્ત, હાવભાવ તથા વિલાસથી મંડિત, ઉન્નત સ્તન ભારથી નમ્ર અને વિનયવાળી સુંદર વનિતાઓ પણ વિષ તુલ્ય લાગતી હતી. મંત્રી ઠપકાના ભયથી રાજાની પાસે કદિ પણ આવતો નહીં. તે હમેશાં પેતાને ઘેર રહેતો હતા. રાજા મધુ ચંદ્રપ્રભાની ચિંતાથી રોગ પીડિતની જેમ દુર્બળ થઇ ગયે. કામ વરથી આકુલ એવા એ રાજાને કોઈ સ્થાને ચેન પડતું નહીં. આ અરસામાં રાજાને ક્ષત ઉપર ક્ષારપાત થવા જેવી ઋતુરાજ વસંત ઋતુ આવી. વનમાં આમ વૃક્ષને મંજરી થવા લાગી. કદંબની શ્રેણુઓ પુષિત થવા લાગી. અશોક, બેડસલી વિગેરે વૃક્ષની જાતિઓ પોતાનો સમય આવતાં નવ પલ્લવિત થવા લાગી, સરોવરમાં કમલેની ઉપર ભમરાઓ ગુંજારવ કરવા લાગ્યા, તે વિજય કરવાને ઇચ્છતા કામદેવનાં જાણે છત્ર હોય, તેવા દેખાવા લાગ્યા. કેફિલેના કજિત મુરજ જેવા અને ભમરાઓના ઝંકાર, ગીત જેવા થવા લાગ્યા. મલયાચલનો પવન સર્વ વનરાજિને નચાવવા લાગે. કોઇ એવાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust