________________ 200 - વાળા રાજાને ત્યાં આવી મળ્યા. પિતાનો પ્રજા વર્ગ આવેલે જાણી રાજા મધુએ જાણ્યું કે, આ તે કોશલા નગરી આવી. તેથી ચિત્તમાં ખેદ પામ્યો. તત્કાળ મનમાં ઉગ ધરી, મંત્રીને કહ્યું, મૂઢ ! આ શું કર્યું ? આવું વિપરીત કરી, તે તારૂં દુધરિત્ર પ્રકાશ્ય. વટપુરનું નામ લઇ, તું મને અહીં કેમ લાવ્યો ? મહા પાપી ! તેં અસત્ય બેલી મને કેમ ઠગ્યો? વળી સેનાપતિને કહ્યું, તું વટપુરનો માર્ગ છોડી સૈન્યને આ માર્ગે લાવ્યો, તેથી મને અત્યંત ખેદ થાય છે. સેનાપતિ બે - સ્વામી ! રાત્રે અંધકારને લીધે હું માર્ગ ભુલી ગયા. નાથ ! એજાણે હું સેના અહીં લાવ્યો છું. અજ્ઞાનથી કરેલ આ મારે અપરાધ ક્ષમા કરો. પછી રાજા ચિંતા કરતે મહોત્સવ સાથે જય જય શબ્દ કરતો પિતાના દરબારમાં આવ્યો. રાજા મધુને આવેલ જેમાં સ્ત્રી એ પણ ગીત, નૃત્ય વિગેરેથી મહોત્સવ કર્યો. ઉત્તમ સ્ત્રીઓએ સૈકડો મંગલ કર્યો, પણ શૂન્ય ૮દયવાળા રાજાને તે કોઈ રૂચિકર થયાં નહિ. આભૂષણ, શય્યા, ભેજન, વિવિધ જાતનાં ખાનપાન અને ગધ તથા પુષ્પમાળા પણ તેને ગમતી ન હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust