SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ 194 સ્વામી ! આવું મન કેમ રાખે છે? પ્રથમની જેમ પોશાક કેમ પહેર્યો નથી ? મહારાજા ! આપની ચેષ્ટા પૂર્વના જેવી દેખાતી નથી. શું દુષ્ટ શત્રુ તે પીડા કરતું નથી ? મનમાં વૃથા ખેદ કરશે નહીં. હું ક્ષણ વારમાં તમારી આગળ એ દુછ શત્રુને જીતી લઇશ. હે વિભુ ! આપના મુખ ઉપર શત્રુના ભયથી ગ્લાનિ જોવામાં આવવાથી આપણું સુભટો પણ ચિંતામાં પડશે. મંત્રીનાં આવાં વચન સાંભળી મધુ રાજા બોલ્યો– મંત્રી ! સાંભળો. મારે શત્રુનું કાંઈ દુઃખ નથી. મંત્રી બે - મહારાજ ! ત્યારે એવું શું કારણ છે, કે જેથી તમે આવા, ચિંતાથી દુઃખી બની ગયા છો? મધુ રાજા બે મંત્રી ! મારે હેમરથ રાજની સ્ત્રીનું મહા દુઃખ થયું છે. એ રૂપ યૌવનવતી - મણીને જ્યારથી મેં જોયેલ છે, ત્યારથી મારું મન મદનથી પીડાય છે. રાજાનાં આવાં વચન સાંભળી મંત્રી બેલ્યો- સ્વામી ! આવું વિપરીત કેમ ચિંતવે છે ? એ કાર્ય નિંદિત અને ઉભય લોક વિરૂદ્ધ છે. આવું ચિંતવવાથી તમારું અપયશ થશે. તેથી તમારા સુભટનાં ચિત્ત વ્યગ્ર થઈ જશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy