SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ 193 તેઓને અનુક્રમે અનુસરે છે. અથવા વિધાતાએ આ બાળાનું રૂપ કોઈ જાતના સરખાપણ વગર રચેલું લાગે છે. જે રૂપ ન ભૂતં ન ભવિષ્યતિ છે. આ પ્રમાણે મદનનાં તીવ્ર બાણથી વીંધાએલ મધુ રાજા ખંભિત થઈ ગયે. જાણે લુંટી લીધું હોય અથવા ભૂત વળગ્યું હોય તેવો દેખાવા લાગ્યો. ફરીથી તેણે વિચાર્યું કે, આ સુંદર બાળા જેની પ્રાણવલ્લભા છે, તેને જન્મ સફળ છે, તેનું જીવિત પ્રમાણ છે, તે આ જગતમાં કૃતાર્થ છે, તેને ભાગ્યોદય મેટો છે, અને તેણેજ પૂર્વ મહત્પષ્ય કરેલું છે. આ પ્રમાણે રાજા ચિંતવતું હતું, તેને વધાવી તેના હૃદયને હરી ચંદ્રપ્રભા પિતાના મંદિરમાં ચાલી ગઈ. રાજા મધુ ત્યારથી તેણીના વિરહવડે શુન્ય અને ચિંતાતુર રહેવા લાગ્યો. રાત્રે શય્યામાં પડયો પડયે રાજા તરફડવા લાગ્યો. તે ખાતે નથી, અને દુઃખથી કાંઈ સારી રીતે બોલતા પણ નહીં. એક વખતે મંત્રી મધુ રાજા પાસે આવી ચડ. તેણે ગુપ્ત રીતે રાજાને પ્રથમ જોયો હતો. રાજાની વિચિત્ર સ્થિતિ જોઈ મંત્રી બે– P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy