________________ 188 પુણ્ય યોગે પ્રાપ્ત થયું છે. હવે મારે આત્માનું હિત કરવું ઉચિત છે. જેથી શાશ્વત સુખનું કારણ મુક્તિ પ્રાપ્ત થાય. આવું ચિંતવી રાજા પત્રનાભે સર્વ સામતની સાક્ષીએ પોતાના જયેષ્ઠ પુત્ર મધુને રાજ્યપદ અને કૈટભને યુવરાજ પદ આપ્યું. પછી પોતે ગુરૂને શરણે જઈ ભક્તિથી ચાદિક કરી શીલ ધારી યતિઓની પદવીનો અંગીકાર કયો. તેમની સાથે બીજા ઘણા રાજપુત્રોએ વૈરાગ્યથી સહસ્ત્ર સ્ત્રીઓનો પરિગ્રહ છોડી દીક્ષા ગ્રહણ કરી. તે મધુ અને કૈટભ બન્ને રાજકુમારો સૂર્ય ચંદ્રની જેમ ઉત્તમ સુખ આપતા પિતાનું કમાગત રાજ્ય કરવા લાગ્યા. પ્રતાપ અને વીર્ય વિગેરે સદ્ ગુણોથી અલંકૃત તેઓ સેવકોની સાથે મિત્રની જેમ વર્તતા હતા. શરણાર્થિને શરણ આપતા હતા, શત્રુ અને મિત્રોની સાથે યોગ્ય રીતે વર્તતા. તે કુમારોએ પોતાના પ્રતાપથી જગતને આઝાંત કર્યું - એક વખતે મધુ રાજા સભામાં બેઠો હતો, ત્યાં નગરમાં અચાનક કોલાહલ સાંભળવામાં આ . તત્કાળ પ્રતિહારને બોલાવી પુછયું કે, આજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust