________________ 189 સુધી નગર અને દેશમાં કોઈ વાર નહીં સાંભળેલું એવો આ કોલાહલ શેનો છે? પ્રતિહારે વિનયથી બે હાથ જોડી કહ્યું, નાથ ! મારું વચન સાંભળો. એક કિલ્લાના બળવાળે ભૂપાળ છે, તે તમારા સન દેશને પાયમાલ કરે છે. હમેશાં પશુ અને મનુષ્યોને પકડી લઈ જાય છે. કોઈ વખત ધાડ પાડી દેશને બાળે છે. કદિ તેની પછવાડે મહા સૈન્ય જાય છે, તો તે પોતાના દુર્ગમાં નિર્ભય રહી ગર્જના કરે છે. આપણું નગરમાંથી પણ સર્વ લઈ જાય છે, એથી લેકોનો આ મહાન કોલાહલ થાય છે. પ્રતિહારનાં આવાં વચન સાંભળી રાજા સભા વચ્ચે કોપાલથી પ્રજ્વલિત થઈ ગયો. તેના મુખ ઉપર “ગુટી ચડી ગઈ. તે પોતાના કુલ મંત્રીઓ પ્રત્યે બે - મંત્રીઓ ! તમે આટલા દિવસ સુધી આ વાર્તા મને કેમ કહી નહીં? મંત્રીઓ બેલ્યા- રાજન ! સાંભળે.. એ પાપી દુર્ગના બળને લઈ સર્વ રાજાઓને અજેય છે. તમે બાળક છેવાથી અમારે પાળવા એગ્ય છે. માટે તે વાર્તા આપને જણાવી નહોતી. મધુ રાજા બે - મારૂં વચન સાંભળે. તમે બુદ્ધિ વગરના છે, નવીન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust