________________ 186 सर्ग 8 मो. પ્રધુમ્નના ત્રીજા ભવનું વર્ણન, ધર્મ અધર્મનું શ્રવણ, અને સૌધર્મ દેવલોકમાં ગમન. પૂર્વે કેશલા નામે જે નગરી કહેલી છે, તે નગરી દેવતાઓથી પણ સેવિત હતી. તેમાં “પદ્મનાભ” નામે મનોહર રાજા હતા. તેણે પોતાના પ્રતાપથી શત્રુઓને જીતી લીધા હતા, તેથી તેની વિજયકીર્તિ દિશાઓમાં પ્રસરી રહી હતી. જેમ સ્વર્ગમાં ઇન્દ્ર અને પાતાલમાં નાગપતિ, તેમ ન્યાય શિરેમણિ આ રાજા પૃથ્વી ઉપર પોતાનું વિસ્તીર્ણ રાજ્ય કરતા હતા. ઇન્દ્રને જેમ ઈન્દ્રાણ, અને મહાદેવને જેમ પાર્વતી, તેમ તેને સુંદર આકૃતિવાળી, મંદ ગમન કરનારી, નવ વૈવન સંપન, સર્વ અંગમાં સુંદર અને સર્વના ચિત્તને ચેરનારી “ધારિણી " નામે રાણી હતી. તેણુની સાથે રાજા પૂર્વ પુણ્યના પ્રભાવથી ભેગ વિલાસનાં સુખ ભેગવત, મનોહર રાજ્ય ચલાવતે હતો. તેને મ કરતાં તે રાજાને તે રાણીથી સ્વર્ગમાંથી ચવી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust