________________ 184 હમેશાં જિન ભાષિત ધર્મ આચરવો. કથા પ્રસંગે તમારા માતા પિતાનું પૂર્વ ચરિત્ર મેં સંક્ષેપથી કહી બતાવ્યું છે. આ પ્રમાણે સાંભળી તે બંને છી પુત્રો મુનિને વાંદી હર્ષથી પિતાને ઘેર ગયા. શ્રી જિન ધરમને આરાધી શ્રી જિનેશ્વરની પૂજા કરી, સમ્યકત્વ પાળી અને ઉત્તમ ધરમ સન્યાસ–સંગ યુક્ત લઈ, મૃત્યુ પામીને સૈધર્મ દેવલોકમાં દેવતા થયા. તેઓ આકાશમાં મેઘ અને પવનની જેમ પપાદિક વૃત્તિવડે ઉત્પન્ન થયા. આકાશમાં ઇંદ્ર ધનુષ્ય અને વિદ્યુતની જેમ તેઓ સહસા દેહમાં પૂર્ણ થતા હતા. પુણ્યથી સ્વર્ગમાં ગયેલા, તેઓને દેવ દેવીઓ આવી જતા હતા. દેવ અને દેવીઓના સમુહ વસ્ત્ર, આભરણ તથા દિવ્ય વાહનોથી તેમની સેવા કરતા હતા. સર્વ લક્ષણે સંપૂર્ણ, સર્વ આભૂષ એ વિભૂષિત, એવા તે દેવતાઓ દેવલોકમાં વિમાન નના વાહનમાં આરૂઢ થઈ ફરતા હતા. સુકૃતના પ્રભાવથી સ્વર્ગમાં જઈ, પ્રાણી ચિત્યમાં જિનેંદ્રને મહિમા કરે છે. સુરાંગનાનાં મુખ કમળમાં ભ્રમર થઈ, સુખસાગરમાં મગ્ન થાય છે. નવેવનથી પરિપૂર્ણ રહે છે. તેમને વલિ કે પલિઓ આવતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust