________________ - રમણીય હતે. આસપાસ સમુદ્રની ખાઇ હતી. જાત જાતના દેશના લેકેથી તે મનોહર લાગતી હતી. “આ નગરી મારા અમૂલ્ય રત્નોનું હરણ કરી ક્યાંઈક ચાલી જશે,” એમ માની ખાઈના મિષથી સમુદ્ર તેને વીંટોઈ વળ્યા હતા. જેમની ઉ. પર રત્નો જડાયેલાં છે, એવી ચચકિત સુવર્ણમય હવેલીઓથી એ નગરી પૃથ્વિતલમાં વિશેષ શોભતી હતી. રત્નરાશિથી વિરાજિત એવી તેની દુકાનની શ્રેણિ નિરંતર ઈદ્રિ ધનુષ્યની શંકા કરાવતી હતી. જતાં આવતાં ગજે દ્રોના મદ જળવડે તેના રાજમા કાદવવાળા થઈ શંભતા હતા. ચિરકાળ રાજાના નિવાસથી પૃથ્વિપર ઉત્કૃષ્ટ એવી એ રાજધાની યાચકોને ચિંતામણિની જેમ ફળદ્રુપ હતી. તેમાં રહેતી સ્ત્રીઓનું રૂપ જોઈ, દેવાંગનાઓ પિતાના રૂપ લાવણ્યનો ગર્વ તજી દેતી હતી. વધારે શું કહેવું! ટૂંકામાં કહેવાનું કે એ નગરી આ પૃથ્વિ મંડળ ઉપર વિધાતાએ ત્રણ લોકના તત્વથી નિર્માણ કરી હોય, તેવી લાગતી હતી. આ દ્વારિકા નગરીમાં ત્રણ ભુવનમાં વિખ્યાત એવે શ્રીમાન નારાયણ નામે રાજા હતા. જાણે પ્રજા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust