________________ 177 અષ્ટમી ચતુર્દશીનું નિરંતર આરાધન કરવું. ચંદ્રના જેવું નિર્મળ સમકિત પાળવું. મિથ્યાત્વના યોગથી મૂળમાંથી નષ્ટ ધર્મ થવાય છે. નષ્ટ થયેલો ધર્મ રત્નાકરમાં રત્નની જેમ દુર્લભ છે. એવા મિથ્યાત્વનો સર્વથા ત્યાગ કરે. સમ્યકત્વને સર્વથા ગ્રહણ કરવું. મિથ્યાત્વથી અવશ્ય નરક મળે છે. અને સમ્યકત્વથી અવશ્ય સ્વર્ગ યાવત્ મેક્ષ મળે છે. ગુણવાળું, સર્વ ઇન્દ્રિઓને સુખદાયક, અને દેવ દેવીઓથી સેવવા યોગ્ય એવું સ્વર્ગનું સુખ ધર્મથી પ્રાપ્ત થાય છે. ભયંકર રણમાં ધરમ બંધ બખ્તર જેવો છે. અને દસ્તર સમુદ્રમાં ધર્મ નાવના જેવું છે. આ લેકમાં માણસોને ધર્મ કલ્પ વૃક્ષ છે, ધર્મ ચિંતામણી છે, ધર્મ કામદુઘા છે, અને ધર્મ મન વાંછિત વસ્તુને આપનારે છે; ધર્મરૂપ પાથેયવાળે પાંથ સંસારમાં ભ્રમણ કરતાં પણ સીદાતે નથી, તે સર્વ સ્થળે સુખી થાય છે. ધરમમાં આસક્ત મનવાળા પ્રાણુને ગ્રહ, ભૂત, પિશાચ અને શાકિની વિગેરે પરાભવ કરી શક્તાં નથી. તીર્થંકરપણું, ચક્રવર્તિપણું, બળદેવ તથા વાસુદેવપણું, રાજાપણું અને રામ શરીરપણું ધ૨૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust