________________ 176 પુત્ર મણિભદ્ર અને પૂર્ણભદ્ર ત્યાં આવ્યા. તેમણે મુનિને નમી ગૃહસ્થનો હિતકારી ધર્મ પુછો. મહારાજા સાંપ્રત કાળે અમે દીક્ષા લેવાને અશક્ત છીએ, માટે અમને ગૃહસ્થને પર્વતની જેમ અચળ ધર્મ કહો. મુનિનાથ બોલ્યા.– વત્સ! તમને ગૃહસ્થનો ધર્મ સંક્ષેપથી કહ્યું, તે આદરથી એક ચિત્તે સાંભળે. આ સંસારરૂપ કુવામાં પડતા પ્રાણુઓને ધારણ કરે, તે “ધર્મ” કહેવાય છે. જે સર્વ પ્રાણીઓને આ ત્મવત્ જુવે, પરદ્રવ્યને ઢેફાની જેમ જુવે, અને પર સ્ત્રીને માતાવત્ જુવે, તે ખરેખર ધર્મ કહેવાય છે. તે ધર્મ, સાગાર અને અનગાર એવા બે પ્રકારે કહેલે છે. તેમાં અનગાર ધર્મ મુનિઓને અને સાગાર ધર્મ ગૃહસ્થનો છે. તે ગૃહસ્થનો ધર્મ હું તમારી પાસે કહું છું. સમ્યમ્ દર્શન પૂર્વક વ્રત, શીલ વિગેરે ગૃહસ્થ ધારણ કરવાં. સમ્યકત્વને નાશ કરનારા મિથ્યાત્વનો સર્વથા ત્યાગ કરવો. શ્રી જિન ભગવંતે જે બાર વ્રત કહેલાં છે, તેમને ગૃહસ્થ ગીકાર કરવો. શ્રાવકનો નિર્મળ આચાર પાળવે. કઈ પ્રાણીની નિંદા કરવી નહિ. તે નિંદા દુર્ગતિનું કારણ છે. પાપનું કારણ વિશ્વાસઘાતાદિ કુકર્મ કરવાં નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust