________________ 175 સ્વપ્નાના જેવા છે, સુખ દુઃખ મિશ્રિત છે, અને જીવિત શરદ ઋતુનાં વાદળાં જેવું છે. હે નાથ ! સંસારીના ભેગ કિં પાકનાં ફળ જેવા અને સંપત્તિઓ હાથીના કાનના જેવી ચપળ મારા જાણવામાં આવી છે. હે મહા મુનિ ! ઘણું ચિંતવન કરી, હું આ ભવસાગરમાંથી નિર્વેદ પામ્યો છું. તમારા ચરણના પ્રસાદથી મારી ઈચ્છા દીક્ષા લેવાની થઈ છે. તે વિભુ ! મારી ઉપર પ્રસન્ન થઈ કૃપા કરો, અને સંસારને નિવારનારી મને દીક્ષા આપો. રાજાનાં આવાં વચન સાંભળી મુનિ બોલ્યા- તમારે દીક્ષા ગ્રહણ કરવાનું કારણ મારા ધ્યાનમાં આવ્યું છે. નિર્ભગીને જૈની દીક્ષા પ્રાપ્ત થતી નથી, તો મેક્ષ તથા સ્વર્ગાદિકની તો શી વાત કરવી? આ પ્રમાણે જાણીને તમારે સ્વર્ગ મોક્ષને આપનારી જૈન દીક્ષા ગ્રહણ કરવી. મુનિનાં વચનથી રાજાએ પોતાના પુત્રને રાજ્ય સોંપી, બીજા રાજાઓની સાથે સર્વ પ્રાણીને હિતકારી જૈન દીક્ષા ગ્રહણ કરી. આ વૃત્તાંત સાંભળી, સમુદ્રદત્ત શ્રેણી જે ત્યાં આવ્યો હતો, તે વિચક્ષણ શ્રેણી, ગુરૂએ કહેલ ધર્મ સાંભળી પોતાના પુત્રને ગ્રહભાર સોંપી, સર્વ સંગથી મુક્ત એ મુનિશ્વર થયો. આ સમયે શ્રેષ્ટીના બે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust