________________ 174 કાયાના પ્રમાણ જેટલો, વ્યાપક અને નિરંજન ચિતવવો. તે આત્મા અવિનાશી, જન્મ મરણથી રહિત. નિષ્કલંક, નિરાબાધ, નિશ્ચયથી રત્નત્રયીયુક્ત, અને વ્યવહારથી કર્મ પ્રકૃતિથી મુક્ત, હૃદયમાં ધાવ. એમ કરવાથી અવશ્ય કર્મનો ક્ષય થઈ જશે. જ્યારે કર્મનો ક્ષય થયો એટલે પછી મેક્ષ થાય છે એમ ભગવંતે કહેલું છે. હે રાજા ! આ સર્વ સંક્ષેપમાં જાણી લેજે. જે તેં પુછયું, તે બંધ અને મેક્ષનું કારણ મેં તને કહી બતાવ્યું. બંધ વડે જીવ ઘોર વેદનાવાળા નરકમાં પડે છે, અને મેક્ષ વડે જીવ નિર્ભય, જરા, જન્મ મરણ વિયોગ, રોગ અને શેકથી રહિત એવા મુક્તિ પદને પામે છે. આ પ્રમાણે મુનીશ્વરનાં વચન સાંભળી રાજા સંતુષ્ટ થયો. પછી તેણે અંજલિ જોડી કહ્યું - કૃપાનિધાન સ્વામી ! સર્વ પ્રાણી માત્રને હિતકારી મેં જે પુછયું હતું, તે આપે યથાર્થ કહ્યું છે. તે ઉપરથી આ સંસારની ચેષ્ટા મારા જાણવામાં આવી છે. હે નાથ ! આ અસાર સંસાર ઉપર પ્રીતિ કરવી, તે ક્ષણભંગુર છે. આ દેહ સેંકડો રેગથી ભરેલો છે, વિષએ વિષના જેવા છે, વન ક્ષણભંગુર છે, સંગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust