________________ ૧૭ર. પંચાંગ પ્રણામ કર્યો. બીજા સર્વ ભવ્ય લેક ગ્ય સ્થાને બેઠા. પછી રાજાએ બંધ તથા મેક્ષના કારણ વિષે મુનિને પ્રશ્ન કર્યો. ભગવન્! કેવાં કાર્યથી બંધ થાય? અને કેવાં કાર્યથી મેક્ષ થાય? હે કૃપાનાથ ! તે બધું મને વિવેચનથી કહે. મુનિ બેલ્યા - રાજન ! જેનાથી જીવને બંધ અને મોક્ષ થાય છે તે સર્વ સંક્ષેપથી સાંભળ. મિથ્યાત્વ અને અવિરતિના યુગથી થયેલે પ્રમાદ બંધનું કારણ થાય છે. શ્રી જિન ભગવંતે પચીશ કષાય કહેલ છે, તેને લઈ, તેમજ મિથ્યાત્વને લઈ, તત્વ ઉપર અશ્રદ્ધા થાય તે પણ બંધનું કારણ થાય છે. જ્ઞાનરૂપ નેત્રવાળા જિને દ્રોએ અભિગ્રહિક પ્રમુખ પાંચ પ્રકારે મિથ્યાત્વ કહેલ છે, તે પાંચ પ્રકારના મિથ્યાત્વ બંધનું કારણ થાય છે. સંશયાદિ ભેદથી, મિથ્યાત્વ કર્મના યોગથી અને પાપાશ્રવના સંબંધથી બંધ થાય છે, એમ શ્રી જિન ભગવંતે કહેલું છે. તેમ વળી પ્રકૃતિયુક્ત એવા આઠ કર્મના બંધ એગ વડે પાપાશ્રવને લીધે પણ બંધ થાય છે. હું રાજા ! સંક્ષેપથી પાંચ પ્રકારનાં મિથ્યાત્વ તથા અવિરતિ બાર, પંદર ગ, અને પચીશ કષાય, એ બધાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust