SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ 169 પાડ્યાં. તેઓ ચંદ્રની જેમ પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યા. જ્યારે પાંચમું વર્ષ બે, એટલે માતા પિતાએ જિન મંદિરમાં પૂજા ભણાવી. દેવ, શ્રત અને ગુરૂને ભક્તિથી નમી વિધિથી પાઠશાળામાં મોકલ્યા. શ્રી જિનાલયમાં પૂર્વ પુણ્યના પ્રભાવથી જૈન ઉપાધ્યાયની પાસે ભણવા લાગ્યા. અલ્પ સમયમાં તે અનેક શાસ્ત્ર, અને કળા લક્ષણમાં પ્રવિણ થઈ ગયા. તેમને પઠિત થયેલા જોઈ પિતા ખુશી થયો. સોળમે વર્ષે સ્વજનને આનંદદાયક ચાવન વયને પ્રાપ્ત થયા. પિતાએ પોતાના કુળને યોગ્ય એવો સંબંધ કરી, તેમને વિવાહ કર્યો. જે માતા પિતાને હર્ષનું કારણ થયું. તેઓ બન્ને ધર્મ અર્થ અને કામના ભેગમાં રક્ત થયા. સુખ સાગરમાં મગ્ન થયેલા તેઓ કાળ નિર્ગમનને જાણતા નહોતા. એક વખતે પ્રમદ ઉદ્યાનમાં “મહેન્દ્રસૂરિ " નામે ભૂમંડળમાં વિખ્યાત એક મુનિશ્વર આવ્યા. તે મુનિ મંડળથી પરિવૃત, નિર્દોષ, જ્ઞાનત્રય ધારી અને વિવિધ આગમના જાણકાર હતા. તે મહા મુનિ આવતાં અખિલ વન મનહર થઈ ગયું. પુ૨૨ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy