________________ 167 જેની દાન શક્તિ જોઈ, કલ્પ વૃક્ષ એવાં લજજા પામ્યાં છે, જે ગયાં તે પાછાં પૃથ્વિ ઉપર આવ્યાજ નહીં. સ્ત્રીઓનાં નેત્ર અને મનનો ચોર, કામદેવના જે વિલાસી અને પ્રજા પાલનમાં પંડિત એવો તે રાજા પૃથ્વિને સારી રીતે ભેગવતો હતે. - ઈદ્રને જેમ ઈંદ્રાણી અને ચંદ્રને જેમ રોહિણી, તેમ તેને પ્રિયંવદા નામે ગુણવતી સ્ત્રી હતી. તેણી પતિ ભક્તિવાળી, ધર્મમાં તત્પર, પ્રેમવતી, સતી ગુણવાળી અને સર્વ લક્ષણથી યુક્ત હતી. અને મૃત સમાન ભાષણ કરનારી, લાવણ્યથી સુશોભિત એવી તે રાજાને પ્રાણવલ્લભા હતી. તે નગરીમાં ધર્મમાં તત્પર એવો સમુદ્રદત્ત નામે ઉત્તમ શ્રાવક શ્રેણી રહેતો હતો. તે શુદ્ધ કુળમાં ઉત્પન્ન થયેલે, ગુણ તથા શીલથી અલંકૃત અને શંકાદિ દોષથી રહિત હતે. ષટ્ કર્મ પાળવામાં દક્ષ, જિન પૂજામાં પરાયણ અને દાન શિળાદિ ધર્મથી યુક્ત હતે. તેણે દેશવ્રત ધારણ કર્યું હતું, અને મિથ્યાત્વને છોડી દીધું હતું. તે હમેશાં પાત્રને દાન આપતે હતું. તે શ્રાવકના આચારમાં ચતુર, જૈન આગમન, શ્રેતા અને વેત્તા તથા દેવ, ગુરૂ અને શા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust