________________ ? ક જ 7 મો. 9 પ્રધુમ્નનો ત્રીજો ભવ મણિભદ્ર, અને પૂર્ણભદ્રનું - વર્ણન, ધર્મ અધર્મનું શ્રવણ, અને તેમનું છે સધર્મ દેવલોકમાં ગમન. " . આ ભરત ક્ષેત્રમાં કેશલ નામે દેશ છે. જાણે બીજે સ્વર્ગ લોક હોય, તેમ તેમાં અપ્સરાઓ જેવી સુંદર સ્ત્રીઓથી તે વ્યાપ્ત હતો. ચંપક, આસોપાલવ, નાગકેશર, નારંગી અને બેડસલીનાં વૃક્ષવાળી તથા પુષ્પના સમૂહથી સુશોભિત એવી સુંદર વાટિકાઓ તેમાં આવેલી હતી. સ્વછા જળથી પૂર્ણ, કમલથી વિરાજિત અને સુવર્ણના પાનની શ્રેણી સુશોભિત, એવી વાપિકાઓ ત્યાં બંધાવેલી હતી. તેમાં હંસ સારસના મધુર શબ્દોથી શબ્દાયમાન એવા સેરેવર માન સરોવરના જેવી શોભાને ધારણ કરતાં હતાં. પ્રસન્ન જળના પૂરથી પરિપૂરિત જેમના પ્રવાહ છે, એવી સરિતાઓ ત્યાં શોભી રહી હતી. મેઘની જેમ નીર on: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust