________________ માન એવી રસ ભરેલી શેલડીની વાટિકાઓ છે. રાજહંસોથી શબ્દાયમાન અને કમલથી પરિપૂર્ણ એવાં સરોવરે જ્યાં પૃથ્વિ ઉપર શોભી રહ્યાં છે. બને તટ ઉપર આવેલા વૃક્ષના પુષ્પરાશિથી સુ ગંધી એવા જળવડે પરિપૂર્ણ એવી સરિતાઓ જ્યાં નિરંતર વહે છે. જળરાશિથી પરિપૂર્ણ એવી વાપિકાઓ જ્યાં વિરાજમાન છે. જે કોક પક્ષીના મધુર સ્વરથી પ્રવાસીઓને આમંત્રણ કરતી હોય, તેવી દેખાય છે. જેમાં સ્થાને સ્થાને જળની પરબ અને રમણીય દાનશાળાઓ આવી રહેલી છે. જેનાં ગામડાઓ મનોહર કુકડા પ્રમુખ અનેક પક્ષીઓના ઉડવાથી રમણીય લાગે છે. વિવિધ જાતનાં ઉદ્યાનવડે સુશોભિત એવો તે દેશ, પુણ્યવંત પ્રાણીઓને પુણ્ય ભેગવવા માટે વિધાતાએ બીજો સ્વર્ગ લોક સો હોય, તેવો દેખાય છે. જ્યાં સ્થળે સ્થળે પાકથી પીળી થયેલી શાળના કયારડા જાણે જળ પિવાને નગ્ન થયા હોય, તેવા દેખાતા હતા. જ્યાં ધાન્યની ખાણો એટલી સંખ્યાબંધ જોવામાં આવતી કે, કોઈ વાર દુકાળની વાર્તા શ્રવણ મનનમાં આવતી જ નહીં. જ્યાં બાહ્ય ભૂમિ ઉપર લીલોતરી P.P. AC Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust