SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ આગળ પડવા લાગ્યા. આવી રીતે ઉત્તમ વિધિથી તે બન્નેને કાળ નિર્ગમન થતો હતો. તેમનાં માતા પિતા તે મિથ્યાત્વને વશ થયાં હતાં. એક વખતે તેમણે પિતાના પુત્રોને કહ્યું, પુ ! અમારૂં વચન સાંભળે. તમારે વેદ માર્ગનો શત્રુરૂપ ધર્મ નિરંતર અંગીકાર કરવો યુક્ત નથી. તે વખતે કાર્ય સાધવાને આપણે તેમનું કથન સ્વીકાર્યું હતું. પણ હવે કાર્ય સિદ્ધ થવાથી એ વેદ વિમુખ માગને છોડી છે. એ નાસ્તિક ધર્મ પાળવાથી મનુષ્યોને અધમ ગતિ થાય છે. માતા પિતાનાં આવાં વચન સાંભળી તેઓ કાંઈ બોલ્યા નહીં. તેઓએ જાણ્યું કે, હવે આપણે શું કરવું ? કોને કહેવું ? માતા પિતાનું મન પાપી થયું છે. આવું વિચારી તેઓ કાંઈ પણ બોલ્યા નહીં. પછી સમ્યકત્વ સંપાદન કરી, દેશ વિરતિપણું પાળતાં ચતુર્વિધ સંઘની અનેક પ્રકારે ભકિત કરી, જિતેંદ્ર ભવનમાં અઠાઈ મહોત્સવ પૂજા કરી, અને પછી વિધિ પૂર્વક દીક્ષા લઈ તે બન્ને બ્રાહ્મણના પુત્રો સ્વર્ગ ગયા. ત્યાં ઉપપદ શય્યામાં ઉત્પન્ન થયા. ત્યાં દેવાંગનાઓએ કરેલ ગીત નૃત્યાદિ જોવામાં આવ્યાં. તેમને વિસ્મય થયો કે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy