________________ 16o અનિષ્ટ કાંઈ કર્યું નથી. તમારે જરા પણ મનમાં ખેદ કરવો નહીં. મુનિનાં આ વચનથી તે બ્રાહ્મણેને બોધ થયું. તે બેલ્યા- હે ધર્મનિધિ ! અમારૂં વચન સાંભળો. તમારું શરીર ધર્મરૂપ ઘરનો મહા સ્તંભ છે. ધર્મના સાધનરૂપ એવા તમારા શરીરનો વિનાશ અમોએ કારણ વિના ચિંતવ્ય કેમ હશે ? હે નાથ ! કાંઇ પણ વ્રત, પુ ય, જપ અને તપ બતાવ, કે જેથી તમારા ઘાતને ચિંતવવાનું અમારું પાપ નાશ પામી જાય. મુનિ બેલ્યા- હે વત્સ ! ધર્મનું કારણ સાંભળે. પાપરૂપી વૃક્ષમાં કુહાડારૂપ અને ધર્મરૂપ મહા વૃક્ષ નું બીજ, સમ્યકત્વથી યુક્ત, મલ રહિત, અને શંકાદિ દેષથી રહિત, એવું અહિંસા પૂર્વક પાંચ પ્રકારે અણુ વ્રત છે. ચાર પ્રકારે શિક્ષા વ્રત છે. અને ને ત્રણ પ્રકારે ગુણ વ્રત છે. એમ બાર ભેદથી તે કહેવાય છે. રાત્રે ભજનનો ત્યાગ, દિવસે મૈથુન ત્યાગ, અને જિન પૂજા વિગેરે પર્ કર્મ ચતુર પુર એ કરવા યોગ્ય છે. મધ તથા માંસનો ત્યાગ કરો. સર્વ અતિચાર વર્જવા. કંદમૂલાદિ છેડી દેવાં. જે દૂષિત કર્યો છે, તે બધાં ત્યજી દેવાં. જીવ ઉ : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust