________________ 156 લોકો તેમને ઘેર જઈ તેઓનાં માતા પિતાને પુત્રોએ વનમાં જે કર્યું, તે સર્વ જણાવ્યું. જગતમાં નિંદવા યોગ્ય પુત્રનું કૃત્ય માતા પિતાએ પુછયું, કહો, તેમણે શું કર્યું? લોકોએ કહ્યું, તમારા પુત્રનું દુરિત્ર સાંભળે. તે દુષ્ટ અને શઠ પુત્ર વનમાં જઈ મુનિને મારવા તૈયાર થયા હતા. તેવામાં વનપાળ યક્ષે તે પાપીઓને વનમાં તંભિત કરી નાંખ્યા છે. આ પ્રમાણે સાંભળતાં તેમનાં માતા પિતા તરતજ વનમાં આવ્યાં. ત્યાં પુત્રોને સ્ત ભિત. થયેલા જોઈ દુઃખ લાગી આવ્યું. નેત્રમાંથી અમુનાં બિંદુઓ પાડવા લાગ્યાં. અરે પુત્રો ! તમે આ વી દખદાયક અવસ્થાને કેમ. પ્રાપ્ત થયા ? એમ કહી તેઓ મુનિના ચરણ કમલમાં નમી પડયાં. અને કહ્યું, હે નાથ ! અમારી વિનંતિ સાંભળે. તમે દયાળુ છે. આ પુત્રરૂપ ભિક્ષા અમને આપો. ઉપકારી માણસ ઉપર જે સાધુ દયા કરે, તેમાં તેના સાધુપણાનો શે ગુણ? પણ જે અપકારી માણસ ઉપર સાધુ દયા કરે, તેને જ સત્યરૂષ સાધુ. કહે છે. આ પ્રમાણે કહી તે માતા પિતા વિલાપ કરવા લાગ્યાં. તેવામાં તે મુનિએ ધ્યાન છોડી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust