________________ કર્મને વશ સંસારની વિચિત્રતા જાણું, બુદ્ધિમાન પુરૂષે હર્ષ કે ખેદ કરવું નહીં. સર્વ સુખનું કારણ અને સંસારના ભયને નાશ કરનાર, એક ધર્મનું જ અવલંબન કર, જેથી બીજા જન્મમાં બંધુઓની વિપરીતતા કરનાર અને પાપનું ફળરૂપ દુખે તું જોઈશ નહીં. આ પ્રમાણે મુનિનું વચન સાંભળી તે વારંવાર દેવની નિંદા કરતે નેત્રમાંથી અમું પાડવા લાગ્યા. પછી તે મુંગે મુનિને નમી અતિ વિના નયથી બે હાથ જોડી પૃથ્વિ પર મસ્તક નમાવી બે - કામદેવરૂપ હાથીમાં કેશરીસિંહ જેવા છે સાધુ શિરોમણિ ! મને સંસારને તારનારી દીક્ષા આપ હવે મારે સંસાર, બંધુ જન, સ્ત્રી, પુત્ર, મિત્ર, ધાન્ય તથા ધનનું કોઈ પ્રયોજન નથી. હું પ્રભુ ! હું આ સંસાર સુખથી નિર્વેદ પામ્યો છું. કૃપા કરી મને સંસારના આવાસને નિવારનારી દીક્ષા આપો. તેને દીક્ષા લેવામાં ઉજમાળ થયેલો છેઈ મુનિશ્વર બોલ્યા- ભદ્ર! તું પ્રથમ મારાં વચનથી કુટુંબને મળી આવ, ત્યાં તેનું કુટુંબ આવેલું હતું, તેને મુનિનાં વચનથી તે મળે. " ગુરનું વચન ઉલ્લંઘન ન કરવું.”. કુટુંબને મળી બેલ . - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust