________________ 141 દેહ હોય, તે તમે બને પુછો, એટલે હું કહીશ. સત્યકિ મુનિનાં આવાં વચન સાંભળી તે બન્ને બટુક ગર્વથી હાસ્ય કરતા કરતા દૂષિત વચન બે લ્યા- હે મૂઢ ! તને જ્યાં સંદેહ હોય, તે અમારી પૂજા કરી સત્વર તું પુછી લે. હે શઠ ! તને અમે અવશ્ય તેનો ઉત્તર કહીશું. તારે અમારા ચરણમાં નમીને પુછવું. આ પ્રમાણે તેમણે કહ્યું, એટલે મુનિ બેલ્યા- અસ્તુ, ચાલો હું પુછું. પ્રથમ તે એટલું પુછું છું કે, તમે અહીં કયાંથી આવ્યા ? આ પ્રમાણે પુછવાથી તેઓ હસીને બોલ્યા. અરે મૂઢ ! તું નથી જાણતા ? અમે ગામમાંથી આવ્યા. આ ટલું પણ તારા જાણવામાં નથી ? હે મૂઢ ! તું તે સૂર્ય ચંદ્રને પણ ઓળખાતો નથી, એમ લાગે છે. સત્યકિ મુનિ બોલ્યા- એ વાત તે હું જાણું છું કે, તમે બન્ને ગામમાંથી આવ્યા છે. તમે સેમશર્માના પુત્ર છે. તમારી માતા અગ્નિલા છે. તમે વેદના ગર્વ ધરનારા બ્રાહ્મણ છે. તમારાં અગ્નિભૂતિ અને વાયુભૂતિ એવાં નામ છે. એ બધું મારા જાણવામાં છે, પણ હું તમને એટલું પુછું છું કે, તમે ક્યા પરભવમાંથી આવ્યા ? આ વચન સાંભળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust