________________ 137 પામે છે, તેવા સાધુઓજ જગતમાં પૂજ્ય છે. તેઓ સર્વ પ્રાણીઓનું હિત કરનારા, કાપવાદ કહેવામાં મુંગા અને કામદેવની કથાને છેડનારા છે, તેવા મુનિઓજ તરવાને અને તારવાને સમર્થ થાય છે. તમારા જેવા વિષયાસક્ત બ્રાહ્મણો તેવા હોતા નથી. હે દ્વિજ પુત્રો ! મને આશ્ચર્ય થાય છે કે, તેવા પવિત્ર સાધુઓની નિંદા કરવાથી તમારી જિહાના સે કડકા કેમ થઈ ગયા નહીં? આ પ્રમાણે શ્રાવકનાં વચન સાંભળી તે અગ્નિભૂતિ અને વાયુભૂતિને ક્રોધ ચડી આવ્યો. તેમનાં મુખ રેષથી રાતાં થઈ ગયાં. તેઓ આ પ્રમાણે ઉગ્ર વચન બેલ્યાઅરે મૂર્ખ ! તારી સાથે વૃથા વિવાદ શામાટે કરીએ ? અમે તે તે પૂર્વ સાધુની પાસે જઈને વાદ કરીશું. એમ કહી શ્રાવકને ત્યાં મોકલી, તે બન્ને ઘેર ગયા. તે દુરાશયોએ પિતાના ચરણમાં નમી આ પ્રમાણે કહ્યું– તાત ! અહીં કોઈ જૈન મુનિઓ આવેલા છે, તેમની સાથે વાત કરવાને અમે વનમાં જઈએ છીએ. તેઓ બે ત્રણ દિવસ અહીં વનમાં રહેવાના છે. જિન માર્ગને પ્રકાશ કરી, વેદ માર્ગની નિંદા કરે છે. સર્વ લોકોને વેદથી વિમુખ 18 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust