________________ , 135 પર્વત જેવા ધીર હતા. તે પાપરૂપ વૃક્ષને નિર્મળ કરવામાં ગજેંદ્ર હતા, મદ રૂપ ગજે દ્રને દૂર કરવામાં કેશરી સિંહ હતા. પરીષહને સહન કરવામાં મેરૂ સમાન નિઃપ્રકંપ હતા, અને ઈદ્રિયનો વિજય કરવામાં સુભટ હતા. તે સર્વે સંગથી મુક્ત, ગુણ સંપત્તિથી યુક્ત, સન્માર્ગ દર્શનમાં તત્પર અને ત્રણ જ્ઞાનથી વિભૂષિત હતા. આવા મુનિંદ્રને આવેલા જાણી નગરીને સર્વ જૈન ધર્મ પરાયણ લેકો ભક્તિથી તેમને વાંદવા આવ્યા. શ્રી જિન શાસનથી ભાવિત એવા કેટલાએક ગુરૂ ભક્તિથી આવ્યા, કેટલાએક લાજથી આવ્યા, કેટલાએક બીજાના આમત્રણથી આવ્યા, અને કેટલાએક મધ્યસ્તભાવે આવ્યા હતા. " સર્વનું એક ચિત્ત કદાપિ હેતું નથી. " ઉત્તમ વેષ ધારણ કરી હર્ષ વિનોદથી પૂર્ણ થઈ આ પ્રમાણે જતા નગરીના લેકને જોઈ પેલા બે બ્રાહ્મ ના પુત્રએ કોઈ શ્રાવકને પુછયું કે, ઉત્તમ વેષ પહેરી આ લેકે વનમાં કયાં જાય છે ? તેમનું વચન સાંભળી તેણે કહ્યું, આકાશથી ઉતર્યા હોય છે, ગમે ત્યાંથી આવ્યા હોય, તે અમને ખબર નથી, પણ કોઈ સર્વ શાસ્ત્રરૂપ સમુદ્રના પારગામી, મુનિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust