SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ 134 શાસ્ત્રના અર્થના પારગામી તે બંને વાસુપૂજ્ય પ્રભુના પવિત્ર તિર્થમાં વિદ્યમાન હતા. આ પ્રમાણે એ ગર્વધારી વિના પુત્ર રહ્યા હતા, તેવામાં વચમાં એક નીચેનું વૃત્તાંત બની આવ્યું. શ્રી નંદિવર્ધન નામે એક મુનિંદ્ર તે નગરની બાહરના વનમાં આવી ચડ્યા, તે મુનિ કામદેવને ભગ્ન કરનાર હતા. સર્વ શાસ્ત્રાર્થમાં કુશલ, જ્ઞાનરૂપ નેત્રવાળા, ગંભીર વાણું બોલનારા, વિવિધ પ્રકારની લબ્ધિવાળા, અને ત્રણ ચોગ ધરનારા શિબ્દો સાથે રહેનારા હતા. વનમાં આવી વિધિ પ્રમાછે તે વનના રક્ષકની રજા લઈ શ્રી જિન ભગવંત કહેલ સર્વ યોગ્ય કર્મ પતે આચર્યું. પછી ત્યાં રહેલા એક અશોક વૃક્ષના મૂળમાં જંતુ રહિત એક એકાંતે શિલાતલ હતું, તેને અલંકૃત કર્યું. તે ઉપર બેસી પોતાના શિષ્યોને પઠન પાઠન કરાવવા લાગ્યા. તેવામાં તે મુનીશ્વરના પ્રભાવથી તે વનની અકસ્માત નવીન થઈ ગયેલી વન શોભા વનપાલના જોવામાં આવી. વનપાલે વિસ્મય પામી મુનીશ્વરને આવી ને દના કરી, ગુરૂ ભક્તિ સાથે ત્રણ પ્રદક્ષિણા કરી. આ યેગીંદ્ર સર્વ લક્ષણે યુક્ત, સમુદ્ર જેવા ગંભીર, અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy