SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ 133 મારને પૂર્વે દૈત્યની સાથે કેમ વૈર થયું હતું, તે તથા તેના જન્માંતર તથા પુણ્ય પાપનું વૃત્તાંત સમજાવો. ચક્રવર્તિએ આ પ્રમાણે પુછયું, એટલે ભગવંત સતભંગી યુક્ત ગિરાથી નીચે પ્રમાણે બેલ્યા- જંબૂ દ્વીપને વિષે પૃથ્વિમાં વિખ્યાત એવા ભરતક્ષેત્રમાં સુપ્રસિદ્ધ લેકથી ભરપૂર એવો મગધ નામે દેશ છે. તે દેશમાં “શાલિગ્રામ' નામે એક નગર છે. તેમાં સમ જે મુખવાળ “સોમદત્ત' નામે બ્રાહ્મણ રહે છે. પિતાના જાતિ કુળના ગર્વથી પૂરિત જેનું મન છે, એવી “અગ્નિલા” નામે તેને એક ઉત્તમ સ્ત્રી છે. તેમને શાસ્ત્રાર્થના પારગામી, નવ વનથી સંપન્ન અને ધન ધાન્ય તથા બળવાળા બે વિખ્યાત પુત્ર થયા હતા. પિતાના જાતિ કુળના ગર્વથી તેઓ આ ત્રણ જગતને જીર્ણ તૃણ જેવાં માનતા હતા. તેમને વિધા વૈભવ પૂર્ણ હતા. તેમાં એકનું નામ “અગ્રભૂતિ " અને બીજાનું નામ “વાયુભૂતિ” હતું. તે બંને મિથ્યાત્વના ભરેલા અને જિન ધર્મથી પરાગમુખ હતા. સ્વભાવથી મિથ્યા પદાર્થની ઘટના કરવામાં પુષ્ટી કરી, તેઓએ અનેક મુર્ખ લોકોને પોતાના મતમાં ભેળવ્યા હતા. સ્મૃતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy