________________ 129 થશે. તે પછી છઠે આરે એક હાથની કાયાવાળા અને વીસ વર્ષની આયુષ્યવાળા માણસે થશે. એવી રીતે સર્વ કાળ વધે છે અને ઘટે છે. આ પ્રમાણે પ્રભુનાં વચન સાંભળી ચક્રવર્તિએ પ્રભુને કહું - સ્વામી ! આ નારદજી, પર્વત તથા સમુદ્રને એવા ભાગને એલંગી આ દુસ્તર પ્રદેશમાં આવવાનું શું પ્રયજન છે? મનમાં કેવું કાર્ય ધારી તમારી પાસે આવ્યા છે ? તે સર્વ કૃપા કરી કહો. ચવર્તિએ આ પ્રમાણે પ્રભુને નિવેદન કર્યું, એટલે પ્રભુ મહા આનંદદાયક વચન બેલ્યા - જંબુ દ્વિપના ભરત ક્ષેત્રમાંથી કૃષ્ણ વાસુદેવના પુત્રની શોધ માટે આ નારદજી મારી પાસે આ વેલ છે. કૃષ્ણના સ્નેહને લીધે તે અત્યંત આકુલ વ્યાકુલ થયેલ છે. સર્વ પૃથ્વિ જોઈ તે વૃત્તાંત જાણવા અહીં આવેલ છે. ચક્રવર્તિ બોલ્યા–એ કૃષ્ણ વાસુદેવ કોણ છે? તેનું બળ તથા ભૈર્ષ કેવું છે ? તેનું ગોત્ર કોણ છે ? અને તેમના નિવાસની ભૂમિ કયાં છે ? તેનો પુત્ર ક્યાં હશે, તેને કયે વૈરી કરી ગયો છે અને યે વખતે આવશે ? તે સર્વ આપ 17 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust