________________ મને નમસ્કાર હો. સંસારરૂપ વનમાં દાવાનળ જેવા. અને મોક્ષ સુખના લાભ માત્રની જ ઈચ્છાવાળા, એવા તમને નમસ્કાર હો. સત્ જ્ઞાનરૂપ નેત્રવાળા, સ્યાદ્વાદ મત સ્થાપનારા અને મુક્તિપદને ભજનારા, એવા તમને નમસ્કાર છે. સંસારરૂપ સમુદ્રના પાર ને પામેલા, વિશ્વ પાળક, તત્વના જાણનાર, અને અનંત વીર્યમય, એવા તમને નમસ્કાર હો. શંકર, સુખકર, દુરિતરૂપ શત્રુને હરનાર, પાપરૂપ કંદને નાશ કરનાર અને જ્ઞાનમૂર્તિ એવા, તમને નમસ્કાર હો. હિરણ્યગર્ભરૂપ, પરમ વિષ્ણુ, અને ભક્તોને કલ્પવૃક્ષ, એવા શ્રી જિનેંદ્રને નમસ્કાર છે.” | ઉપર પ્રમાણે વિવિધ વાયથી શ્રી જિનેંદ્રની સ્તુતિ કરી નારદજી પોતાના માનવ શરીર માટે ચિંતા કરવા લાગ્યા. અહીં પુરૂ પાંચસે ધનુષની કાયાવાળા છે, અને હું દશ ધનુષની કાયાવાળે શક્તિહીન છું, તે કદિ તે લોકોના ચરણના ઘાતથી મૃત્યુ પામી જાઉં, તે આ પ્રભુના ચરણ પાસે શી રીતે રહી શકીશ? આવું ચિંતવી નારદજી શ્રી સીમંધર પ્રભુના સિંહાસનની નીચે પેશીને નિર્ભય થઈ રહ્યા. તેવામાં પ્રભુની આગળ જે ચક્રવર્તિ હતા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust