SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ નાયકને પુછી તારો પુત્રનું વૃત્તાંત જાણી હું શી આવીશ. વત્સ ! ધીરજ રાખજે. વૃથા શેક કરીશ નહીં. હું અવશ્ય આવીશ. નારદજીનાં આવાં વચન સાંભળી રૂકિમણું શક રહિત થઈ. પછી નારદજી, રાજપુત્રી રૂકમણની મધુર વચને આજ્ઞા લઈ આ કાશમાં દૂર ચાલ્યા ગયા. રુકિમણીને પરિજન ઉંચું મુખ કરી જોઈ રહ્યા. નારદજી આકાશમાં જ્યાં સુધી જોવામાં આવ્યા, ત્યાં સુધી સેકોએ તેમને જોયા. પછી જોવામાં આવ્યા નહીં. માર્ગમાં ચાલતા નારદજી મેરૂગિરિ ઉપર આવ્યા, ત્યાં રાત્રી પડી ગ ઈ. તે સમયે પોતાનું યંગ્ય કર્મ કર્યું. પછી મનમાં હર્ષ પામી જિનબિંબોને નમસ્કાર કર્યો. ગુરૂ ભક્તિ પૂર્વક ચારણ મુનિઓને વંદના કરી. ત્યાં રાત્રી નિર્ગમન કરી પ્રભાતે પોતાની નિત્ય ક્રિયા કરી, શ્રી જિન ચિત્યને નમસ્કાર કરી, નારદજી વેગથી ચાલ્યા. ક્ષણ વારમાં પુંડરિગિણી નગરમાં આવી પહોંચ્યા. તે નગરને જોઈ નારદજી. વિસ્મય પામી ગયા. પૂર્વ પ્રમાણે કઇ જોવામાં આવ્યું નહીં. ત્યાં નિરંતર તીર્થકર વિચરતા હતા. છ ખંડ ભૂમિની * પતિ ચક્રવર્તીઓ, બળદેવ, વાસુદેવ, રાજાઓ અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy