________________ 123 હું પૃથ્વિ મંડળ ઉપર સર્વ સ્થળે તારા પુત્રને જઈશ. રુકિમણું બેલી- વિભે ! મારા પુત્રની તે વાર્તા પણ લભ્ય થતી નથી. હાલ તે હું ભાગ્યહીન છું. તથાપિ તમારું વાક્ય મારા મંગળ માટે છે. તેણીને દીન થયેલી જોઈ નારદજી બે વ્યા– વત્સ ! મારું વચન સાંભળ. મારું વચન સત્ય માનજે. હું કદી પણ અસત્ય બેલ નથી. કે પાપી દુષ્ટ શત્રુ તારા પુત્રને લઈ ગયે છે. જે હું તારા પુત્રને ન લાવું તે મારું વચન વૃથા છે. વત્સ ! ધીરજ રાખ. મનમાં શાંતિ રાખ. અતિમુક્તિક " નામે એક શાનભૂષિત મુનિ હતા. તે વિશ્વની ચેષ્ટાને જાણનાર હતા. તે મુનિ કંસના અનુજ' બંધ થતા હતા. પરંતુ તે મુનિ કર્મરૂપ મહા શત્રુને હણી મુક્તિને પ્રાપ્ત થયા છે. ત્રણ જ્ઞાનવડે યુક્ત એવા શ્રી નેમિ ભગવંત પણ કાંઈ કહેતા નથી. તેથી પૃથ્વિ ઉપર પૂર્વ વિદેહ. ક્ષેત્ર પ્રખ્યાત છે. હવે હું ત્યાં જઈશ. ત્યાં પુંડરિ. ગિણી નામે રમણીય નગરી છે. ત્યાં રહેલા શ્રી સીમંધર સ્વામીને પરમ ભક્તિથી પ્રણામ કરી ત્રણ પ્રદક્ષિણા આપી વિધિથી સ્તવન કરીશ. તે જિન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust