________________ 121 શેકને મહા મહેનતે દબાવી નારદજી બેલ્યાવત્સ ! બેઠી થા. વૃથા દુઃખ અને શેક કર નહીં. ઉત્તમ બુદ્ધિવાળાં માણસો ગત, મરેલ અને નષ્ટનો શોક કરતાં નથી. પુત્રી ! તું શું એમ જાણે છે કે, આવું દુઃખ મનેજ થયું છે, પૂર્વ કોઈને થયું ન થી ? એવું મનમાં લાવીશ નહીં. સંતાનના વિરહનું દુઃખ સર્વ પ્રાણીઓને સાધારણ છે. તે કેઈથી વારી શકાય તેમ નથી. શાસ્ત્રમાં પૃથ્વિ પર ઘણાને પુત્રના વિરહનાં દુઃખ થયેલાં છે, એમ પ્રખ્યાત રીતે અમે સાંભળ્યું છે. જેના પિતા કૃષ્ણ છે, અને જેની માતા તમારા જેવી પૃશ્વિમાં વિખ્યાત છે, તે બાળકને મારવાને કોણ સમર્થ છે? તેમજ તે અલ્પ આયુષ્યવાળ પણ કેમ થાય ? પૂર્વ ભવને વૈરી કોઈ દૈત્ય તેને હરી ગયો હશે. તે બાળક લાભ તથા સૈભાગ્ય સહિત પાછો આવશે. શાસ્ત્રમાં સાંભળ્યું છે કે, ભામંડળ વિગેરેને જન્મતાંવેંત જ તેમના શત્રુએ પૂર્વ કર્મના ગે હરેલા હતા. તેઓ વિદ્યાધરને ઘેર મેટા થઇ વિધા તથા વૈભવ સાથે જ્ઞાન વિજ્ઞાનવડે. વિભૂષિત થઈ પોતાને ઘેર પાછા આવેલા હતા. અને માતા પિતાને મળ્યા હતા. તે 16 " '' - 1 , : P.P. AC. Gunratnas Jun Gun Aaradhak Trust