________________ 106 વધતી હતી. જેમાં ભમર એક કમલમાંથી, બીજે કમલ જાય, તેમ તે બાળક એક હાથથી બીજે હાથ તે હતે. આ પ્રસંગે કોઈ લેક એવી વાત કરવા લાગ્યા કે, આ પુત્ર શી રીતે થયો? ગર્ભ વગર સ્ત્રીઓને પુત્ર ક્યાંથી થાય ? આ પુત્ર કેને હશે, રાજાને હાથ કયાંથી આવી ચડ્યો હશે ? રાજા સ્ત્રી સાથે નિર્જન વનમાં ગયા હતા, ત્યાંથી લાવ્યો છે. વળી કઈ એમ બેલતા કે, તેનું તમારે શું કામ છે? રાજાએ જે કર્યું, તે સત્ય માનવું. આ બાળક પુણ્ય રહિત લાગતો નથી. કારણ કે, પુણ્ય રહિત પ્રાણુઓના જન્મ વખતે ઉત્સવ થતું નથી. પુણ્યથીજ મનમાં હોય તે સર્વ પ્રાપ્ત થાય છે. એ થી માણસેએ જન્મો જન્મ પુણ્ય કરવું. આ કુમાર પુણ્યના પ્રભાવથી બીજી સ્ત્રીઓને પણ વહાલો લાગે છે. પ્રાણી પુણ્યના પ્રભાવથી સ્વજનને કે પર જનને પ્રિય થાય છે. [ કવિ કહે છે ] આ બાળક શત્રુથી મહા કષ્ટમાં આવ્યા હતા, તે છતાં વિદેશમાં આવીને પણ સુખ ભોગવવા લાગે, તેનું કારણ પુણ્ય જ છે. વિવિધ પુણ્યવાળાં પ્રાણીઓને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust