________________ 103 હોય તે, મારા ઉદરમાં બાળકને પ્રવેશ કેમ ન થાય ? સ્વામી ! હું પુણ્ય વગરની છું, જેથી મને પુત્ર પ્રાપ્ત થયે નહીં. હવે બીજાના પુત્રથી મને શું સુખ થવાનું છે ? નાથ ! આ મહા દુઃખનું કારણ રૂપ આ પુત્રવડે આપ મારા હાથ પૂર્ણ કરો. આ પ્રમાણે કહેતી કહેતી કનકમાલા ગદ્ગદ્ સ્વરે રૂદન કરવા લાગી. આ પ્રમાણે રાણીને દુખી જોઈ રાજાને દયા આવી. તેણે કહ્યું– દેવી ! દુઃખ સંતાપ કરો નહીં. વૃથા દુખ કરવાથી તમારું મુખ કમલ ગ્લાનિ પામશે. શરીર કૃશ થઈ જશે, અને તેની હાની થશે. પ્રિયા ! જુઓ, તમારી સમક્ષ હું આ તમારા પુત્રને યુવરાજ પદ આપું છું. આ પ્રમાણે કહી મુખમાંથી તાંબૂલ કાઢી તેવડે તે બાળકના લલાટ ઉપર તિલક કર્યું. અને કહ્યું કે, વત્સ ! હું તને યુવરાજ પદ ઉપર સ્થાપું છું. મારા રાજ્યમાં એક હું અને બીજે તું, તે સિવાય બીજો કોઈ રાજા નહીં. આ પ્રમાણે કહી તિલક કરી રાજાએ તે બાળક કનક્લાલાને આપ્યો. કનકમાલાએ પિતાના હાથ પ્રસારી લઈ લીધો. " વત્સ ! માતા પિતાને સુખકારી થઈ ચિરકાળ છવ.” એમ કહી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust