________________ 101 . તું ચિંતવી તે પર્વત પાસે આવ્યા. કનકમાલાને સાથે લઈ, તે તક્ષક પર્વતનું ખેરનું જંગલ જ્યાં હતું ત્યાં આવ્યો. તેની વચ્ચમાં દબાએલા બાળકના મુખના પવનથી ઉંચી નીચી થતી, તે પૈઢ શિલા તેના જેવામાં આવી. શિલાને ચાલતી જોઈ, રાજા વિસ્મય પામી ગયે. આ શિલા ચાલવાનું શું કારણ હશે ? મેં આવું કયારે પણું જોયું નથી. પછી તે ખેચર રાજાએ કાંઈક શરીરની શક્તિથી અને કાંઈક વિદ્યાના પ્રભાવથી તત્કાળ તે શિલા ઉંચી કરી. તેની નીચે જેના મુખ ઉપરના વાળ ચપલ છે એવો તે સુંદર બાળક, હાસ્ય કરતે જેવામાં આવ્યો. તેના હાથ પગ ચપલ હતા, હાથવડે મજબૂત મુષ્ટિઓ વાળી હતી. પ્રફુલ્લિત કમલા જેવાં તેનાં નેત્ર હતાં. તપેલા સુવર્ણ જેવી ત્વચા હતી. પોતાના મુખની શોભાથી તેણે પૂર્ણચંદ્રને છતી લીધું હતું. તેની ભુજા કમલ નાળ જેવી કેમલ અને સર્વ લક્ષણોથી યુક્ત હતી. બળવાન, ધીર, સર્વ રીતે પ્રકાશિત અને સુંદર એવો તે બાળક, સર્વ પ્રાણીઓના મનહરણ કરવાનું કારણ થતું હતે. પૂર્વ જન્મમાં કરેલ પોતાના પુણ્ય પ્રકાશ તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust