________________ 100 ન કરનાર, કાલસંવર નામે રાજા હતો. તેને ગુણેથી વિખ્યાત અને પિતાની રૂપ સંપત્તિથી દેવાંગના ના રૂપને તિરસ્કાર કરનારી કનકમાલા નામે સ્ત્રી હતી. રાજા કાલસંવર નિષ્કટક રાજ્ય કરતો હતે. એક સમયે તે રાજા વનમાં કીડા કરવાને ગયે. કનકમાલા રાણુની સાથે વિમાનમાં બેસી, વનના રમણીય અને વિવિધ પ્રદેશમાં તે ક્રીડા કરતે હતે. મેરૂ પર્વતના રમણીય શિખર ઉપર, ગંગાના મનહર કાંઠા ઉપર અને સુંદર કદલી વન તથા નંદન વિગેરે વનમાં ક્રીડા કરી વિવિધ દેશને છોડી દેતો તે કનકમાલા સાથે પેલા બાળકથી સુશોભિત એવા પર્વત ઉપર આવ્યું. બાળકના પુણ્ય વેગથી કાલસંવર રાજાનું વિમાન થોભાઈ ગયું. ચાલી શકવાને અસમર્થ થયું. તે જોઈ રાજા ચિંતવન કરવા લાગ્યો. આ શું થયું ? મારા વિમાનને કોણે અટકાવ્યું હશે ? અહીં નીચે કોઈ જ્ઞાનભૂષિત મુનિ, કે પ્રતિમા સહિત જિતેંદ્રનું મંદિર તે નહીં હોય? અથવા મારો કોઈ શત્રુ કે મિત્ર અહીં રહે તે - હીં હોય? વા કઈ અહીં ચરમશરીરી કષ્ટ પામતો રહ્યા હશે ? ચાલ, હું પોતે જઈ તપાસ કરું. આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust