________________ 98 થી પૂર્વે કરેલાં તારાં કુકર્મનું તું સ્મરણ કર. - 4 કર્મને અનુસરે તને પરમ દુખ શી રીતે થાય? તે કહે, હું તે કરૂં. આ પ્રમાણે કહી વિવિધ વાકોથી તેને તિરસ્કાર કરતા અને ધવડે રક્ત નેત્રથી તેને જેતે દૈત્ય આકાશમાં ફરવા લાગ્યા. પછી તે દૈત્ય બાળક પ્રત્યે કરવાના કર્તવ્યનો નિશ્ચિય કરી, તે બાળકને તક્ષક નામના પર્વત ઉપર લઈ ગયો. તે પર્વતમાં નાના પ્રકારનાં વૃક્ષથી સંકીર્ણ, કાંટા, તીણ કાંકરા અને ગોખરૂથી વ્યાપ્ત, ઈગરીયાં, ખેર, બીલી, ધાવડી, ખાખરા અને ઝેરી ઝાડથી ભરપૂર એવું ખેરનું જંગલ હતું. તે નેળીયાં, સર્પ, સિંહ તથા વ્યાઘ વિગેરેથી ભયંકર હતું. તેમાં દૈત્ય એ બાળકને લઈ ગયો. ત્યાં એક શિલાતલની નીચે બાળકને મુક્યો. એ શિલાતલ બાવન હાથ લાંબું હતું. તેની નીચે અને ઉપર તે બાળકને ચાંપી, એ નિર્દય દૈત્યે તે ઉપર પગની પાટુ મારી કહ્યું કે, અરે દુષ્ટાશય ! તે પૂર્વે જે કમેં ઉપાર્જન કરેલું છે, તે ભોગવ. આમાં મારે કોઈ દેષ નથી. તારે જ દેષ છે. આ પ્રમાણે કહી, તે રૂચિ પ્રમાણે સ્વસ્થાને ચાલ્યા ગયે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust