________________ શ્રી વાદદેવસૂરિ. - વારાણા પર વાયા હતા તે પણ વીરાચાર્યે જેમને હરાવ્યા હતા તે વાદિ વાદિસિંહ અને કમલકીર્તિના વિષયમાં વિશેષ કંઈ પણ જાણવામાં આવ્યું નથી તેમજ વીરાચાર્યના વિદ્યાગુરૂ ગોવિન્દસૂરિને વિષે પણ કંઈ હકીકત જાણવામાં આવી નથી. વીરાચાર્યના સમયમાં એક ઉલ્લેખ યોગ્ય રાજકીય ઘટના બની હતી તે આ કે સિદ્ધરાજે માલવા ઉપર ચઢાઈ કરી હતી અને તે માલવાના રાજાને જીતીને આવ્યા હતા. વીરાચાર્યની જાતિ, જન્મસ્થાન, દીક્ષા સમય કે સ્વર્ગવાસના સમયને કયાંય પણ ખુલાસો જોવામાં આવતો નથી, પણ એટલું ચોક્કસ છે કે એ આચાર્ય સિદ્ધરાજના સમકાલીન અને ઉમરમાં પણ સિદ્ધરાજના બાબરિયા હતા, સિદ્ધરાજને રાજત્વકાલ સં. 1150 થી 1199 સુધી હતો તેથી વીરાચાર્યને અસ્તિત્વ સમય પણ એજ બારમા સૈકાને ઉત્તરાર્ધ ભાગ હેવો જોઈએ. 21 શ્રીદેવસૂરિ, દેવસૂરિ જૈનસંધમાં “વાદિદેવસૂરિ' ના નામથી જ વિશેષ પ્રસિદ્ધ છે; એમને જન્મ સં. 1143 માં અષ્ટાદશશતી દેશના મદ્રાહત ગામમાં થયો હતો. આબુની આસપાસના પ્રદેશ પૂર્વે “અષ્ટાદશશતી " દેશના નામથી એલખાતે અને તે ગૂજરાત દેશને એક પ્રાન્ત ગણાતો હતો. એ પ્રદેશમાં આવેલું આધુનિક મદુઆ સ્થાન તે મહારાં વિચાર પ્રમાણે દેવસૂરિનું જન્મસ્થાન “મદ્દાહત' હોવું જોઈએ, જો કે “માહત’ શબ્દનું રૂપાન્તર “મંડાર' પણ થઈ શકે પણ મદ્રાહત " પર્વત માલાએથી દુર્ગમ અને સૂર્યના કિરણોને અગમ્ય " હેવાનું પ્રબન્ધકાર લખે છે, જે વર્ણન મંડારને નહિ પણ “મદુઆ ’ને જ લાગુ પડે છે, મંડારના પશ્ચિમ ભાગમાં માત્ર એક સાધારણ ટેકરી આવેલી છે, એથી એ સ્થાન અધકારનો કિલ્લો અને સૂર્યના કિરણોને અગમ્ય બનતું નથી, પણ એજ વર્ણન આબુની દક્ષિણ ઉપત્યકામાં આવેલ વૈષ્ણના તીર્થ મદુઆને બરાબર લાગુ પડે છે. દેવસૂરિ જાતના રિવાલ વણિક હતા. એમના પિતાનું નામ “વીરનાગ' હતું અને માતાનું “જિનદેવી” દેવસૂરિનું ગૃહસ્થાવસ્થાનું નામ " પૂર્ણચન્દ્ર” હતું. વીરનાગ મહામારીના કારણે પોતાના ગામનો ત્યાગ કરી દક્ષિણ ગુજરાતના પાટનગર ભરૂચમાં ચાલ્યો ગયો હતો જ્યાં એના ગુરૂ મુનિચન્દ્રસૂરિ પણ વિહાર કરતા ગયા અને તેમની સૂચનાથી ત્યાંના શ્રાવકોએ વીરનાગને ત્યાં રાખ્યો. આ વખતે પૂર્ણચન્દ્ર 8 વર્ષનો હતો અને તે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust