________________ શ્રી પ્રભાવકચરિત્ર. ત્યારપછી તેઓ નાગોર ગયા અને જિન ધર્મની ઉન્નતિ કરી, આ સ્થલે રાજા સિદ્ધરાજના પ્રધાને બીજીવાર એમને તેડવા આવ્યા એથી ગવાલિયરના રાજાએ મોકલેલ લવાજમ પાછા હવાલે કરી તેમણે ગુજરાત તરફ વિહાર કર્યો, જ્યારે એ ચારૂપ પહોંચ્યા ત્યારે રાજા પણ પરિવારની સાથે ચારૂપ સુધી સામે ગયા અને ત્યાંથી મહેટા ઉત્સવપૂર્વક આચાર્યને નગર પ્રવેશ કરાવ્યો. એકવાર પાટણમાં “વાદિસિંહ' નામને સાંખ્યદર્શની વાદી આવ્યો અને તેણે સર્વ વિધાનને ચેલેંજ આપી કે “જે કોઈ વિદ્વાન શક્તિ ધરાવતો હોય તે મહારી સાથે વાદ કરે' આવી ઉદ્ધત ચેલેંજ ફેંકવા છતાં જ્યારે કોઈ વિદ્વાન વાદ કરવાને બાહર ન પડ્યો ત્યારે રાજા વેષ બદલીને કર્ણરાજાની બાલમિત્ર અને વીરાચાર્યના કલાગુરૂ ગોવિન્દસૂરિને એકાન્તમાં જઇને મલ્યો અને સાંખ્યવાદીને વાદમાં જીતવા માટે સૂચના કરી જે ઉપરથી ગોવિન્દસૂરિએ કહ્યું કે આ વાદીને વીરાચાર્ય જીતશે, પ્રભાત સમયમાં રાજાએ ઉક્ત વાદીને વાદ માટે રાજસભામાં આવવા નિમંત્રણ મોકલ્યું પણ ઉદ્ધત વાદિએ ઉત્તરમાં જણાવ્યું કે અમારે કશી પણ પરવા નથી, જે રાજાને અમારું વાગ્યુદ્ધ જોવાની ઈચ્છા હોય તો તે અહીં આવીને જમીન પર બેસીને જુએ. આ ઉપરથી રાજાના મનમાં વધારે કુતૂહલ જાગ્યું અને વીરાચાર્યને સાથે લઈને તે વાદિના મુકામે જઈને જમીન પર બેસી ગયે, વાદી અર્ધ સુણાવસ્થામાં જ વાતો કરતો હતો, તેવામાં વીરાચાર્યે તેને વાદ માટે લલકાર્યો, વાદી સાવધાન થયો અને સર્વાનુવાદની શરત કરી વીરાચાર્યને મત્તમયૂર છંદમાં નિહવાલંકારમાં પૂર્વ પણ કરવા કહ્યું. વિરાચાર્યે તેજ પ્રમાણે ઉપન્યાસ કર્યો પણ વાદિસિંહ તેને સર્વાનુવાદ કરી શક્યો નહિ તેથી તેણે પિતાની હાર કબુલ કરી. આ ઉપરથી સિદ્ધરાજે હાથ પકડીને તેને આસન ઉપરથી નીચે પટકાયો, રાજા હજી વધારે કદર્થના કરત પણ વીરાચાર્યે વચમાં પડીને તેને છોડાવ્યો. આ પ્રમાણે વીરાચાર્યે સાંખ્યવાદીને જીતીને “વિજયપત્ર” મેળવ્યું. એકવાર સિદ્ધરાજ માલવા ઉપર ચઢાઈ કરીને જતો હતો ત્યાં વચમાં વીરાચાર્યનું ચૈત્ય આવ્યું, વીરાચાર્ય બલાનક (અચૂકી) માં બેઠા હતા, તે જોઈ સિદ્ધરાજે સમયેચિત કાવ્ય રચવા કહ્યું, જે ઉપરથી વીરાચાર્યો અવસરેચિત કવિત્વ પૂર્ણ પદ્ય રચીને રાજાને સંભળાવ્યું, જે સાંભળી રાજા સંતુષ્ટ થઈને બોલ્યો કે તહારી આ સિદ્ધ વાણીથી હું વિજયપતાકા વરીશ, અને એના સત્યાપરૂપે રાજાએ તે બલાનક ઉપર પતાકા ચઢાવી, જે ઉપરથી ભાવાચાર્યના ચૈત્યના બલાનક ઉપર પતાકા ચઢાવાની પ્રવૃત્તિ ચાલી. એકવાર પાટણમાં સિદ્ધરાજની સભામાં કમલકીતિ નામને દિગમ્બર વાદી આવ્યો જેને વીરાચાર્યે સ્ત્રી મુક્તિના વિષયમાં વાદ કરીને લીલામાત્રમાં જીતી લીધો હતો. આ ઉપર જણાવ્યા પ્રમાણે વીરાચાર્ય ભાવડગચ્છના સ્થાપક ભાવદેવરિથી ત્રીજા આચાર્ય હતા, વીરાચાર્યના પટ્ટધર શિષ્યનું નામ જિનદેવસૂરિ હતું, જિનદેવ પછી પાછા ભાવેદેવ, વિજયસિંહ, વીર, અને જિનદેવ નામના આચાર્ય થયા હતા, આ ભાવડગછમાં એના એજ 4 નામના આચાર્યો થયા હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust