________________ શીવરાચાર્ય 89 mu કુલીન જણાવે છે, જે આ ગચ્છને પંડિલ યુગપ્રધાનથી પ્રવૃત્ત થયો માનીયે તો તેમાં ચન્દ્ર નામક કુલ થયું છે કે કેમ? એ એક પ્રશ્ન છે કેમકે પ્રચલિત “ચન્દ્રકુલ” કટિકગણુનું કુલ છે. આ સ્થિતિમાં જ્યાં સુધી એ ચન્દ્રકુલ થયાનું પ્રમાણ ન મળે ત્યાં સુધી કંડિશ ગછનું કુલ “ચન્દ્ર” હોવાથી એ “ગચ્છ” પંડિલ યુગપ્રધાનથી ચાલુ થયે માનો યુક્તિ સબદ્ધ નથી. સુમતિ નાગિલ ચૌપાઈના કર્તા બ્રહ્મઋષિના મતે ભાવડહર ગ૭ના માન્ય કાલકાચાર્ય વીર સંવત 993 માં થયેલા કાલક છે જે આ કથન ખરૂં હોય તે પંડિલગછની ઉત્પત્તિ વિક્રમની પાંચમી સદી પછીની ઠરે છે, આ રીતે એની ચન્દ્રકુલીનતાની પણ સંગતિ થઈ જાય છે અને આવી રીતે એ ગચ્છ યુગપ્રધાન પંડિલથી નહિ પણ બીજા કોઈ પુરૂષથી ઉત્પન્ન થયો હતો એમ માનવાનું પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત પંડિલગચ્છને “ભાવડગ૭” નામ અપાવનાર ભાવદેવસૂરિની પાટે આચાર્ય વિજયસિંહ અને વિજયસિંહની પાટે આપણા આ વીરાચાર્ય થયા હતા. વિરાચાર્ય ગુજરાત પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના માનનીય મિત્ર હેઈ રાજસભામાં જતા આવતા હતા. એકવાર સિદ્ધરાજે કંઇક રાજ્યમદ પ્રદર્શિત કરતાં મશ્કરીમાં કહ્યું કે “તહારૂં જે આ મહત્વ છે તે કેવલ રાજાશ્રયથી છે, જે મહારી સભા છોડીને તમે પરદેશ ચાલ્યા જાઓ તે ગરીબ ભિક્ષુકાના જેવી તમ્હારી પણ દશા થાય.” રાજાનાં એ વચને સાંભલ્યા બાદ તરતજ વિરાચાર્ય પરદેશ જવાનો નિશ્ચય કરીને ઉઠયા ને પિતાને અભિપ્રાય રાજાને કહ્યું, જે ઉપરથી રાજાએ કહ્યું “મહારા નગરમાંથી તમને જવા નહિ દઉં' આચાર્યે કહ્યું “અમને રોકનાર કઈ છે જ નહિ” આ ઉપરથી રાજાએ પિતાના નગરના તમામ દ્વારપાલને આજ્ઞા કરી દીધી કે તેઓ આ આચાયને દરવાજાની બહાર જવા ન દે, દ્વારપાલોએ રાજાજ્ઞાનું સાવધાનપણે પાલન કર્યું, પણ થોડાજ દિવસમાં પાલીના બ્રાહ્મણોએ રાજા સિદ્ધરાજને સમાચાર પહોંચાડ્યા કે, અમુક તિથિ વાર અને નક્ષત્રમાં વીરાચાર્ય અત્રે આવ્યા છે. સિદ્ધરાજે જાણ્યું કે અત્રેથી તેજ રાત્રે વિરાચાર્ય ત્યાં ગયા છે અને બીજે દિવસે બ્રાહ્મણોને મલ્યા છે. સિદ્ધરાજાને નિશ્ચય થયો કે જરૂર આચાર્ય ધ્યાનના બલે આકાશમાર્ગે થઈને એક જ દિવસમાં પાલી પહોંચી ગયા છે. આવા સિદ્ધ મહાપુરૂષની મશ્કરી કરવા બદલ રાજાને પશ્ચાત્તાપ થયો અને તેમને પાછા પાટણ બેલાવા માટે પોતાના પ્રધાને આચાર્ય પાસે મોકલ્યા, પણ વીરાચાર્યે કહ્યું કે અમે હાલ બીજા દેશમાં વિચરીને કાલાન્તરે ગુજરાત તરફ વિચરશું ત્યારે પાટણ આવશું પહેલાં નહિ, તે પછી વીરાચાર્યે મહાબોધપુરમાં જઇને અનેક બૌદ્ધાચાર્યોને વાદમાં જીત્યા. પાછા વળતાં વીરાચાર્યે ગવાલિયરમાં અનેક પરવાદિને છત્યા જેથી ખુશ થઈને ત્યાંના રાજાએ છત્ર ચમર આદિ રાજચિન્હ વીરસરિની સાથે મેકલ્યાં, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust