________________ શ્રી અભયદેવસૂરિ. ! પાસે સેઢી નદીને કાંઠે પાર્શ્વનાથની પ્રતિમા પ્રકટ કરીને અભયદેવે સ્તંભનતીર્થની સ્થાપના કરી હતી. પાટણમાં કર્ણ રાજાના રાજ્યકાલમાં અભયદેવસૂરિ સ્વર્ગવાસ પામ્યા. અભયદેવ એક પ્રાચનિક પુરૂષ હતા. એમણે નવાંગવૃત્તિ ઉપરાન્ત પંચાશક આદિ અનેક પ્રકરણ ગ્રન્થ ઉપર વિવરણો લખ્યાં છે. અને આગમઅષ્ટોત્તરિ આદિ પ્રકરણોની રચના કરી છે. એમના ગુરૂ જિનેશ્વસૂરિ જ્યારે પહેલી વાર પાટણમાં ગયા ત્યારે પાટણમાં દુર્લભરાજનું રાજ્ય હવાનું પ્રબન્ધકાર લખે છે. જિનદત્તસૂરિ આદિ ખરતરગચ્છીય આચાર્યો પણ ગણધર સાર્ધશતક આદિમાં તે વખતે પાટણમાં દુર્લભરાજનું રાજ્ય બતાવે છે પણ ખરતર ગછવાલાએ એ પ્રસંગ સં. 1984 માં બન્યાનું લખે છે તે બરાબર જણાતું નથી, કારણ સં. 1084 માં પાટણમાં દુર્લભરાજનું નહિં પણ ભીમદેવનું રાજ્ય હતું. આ કા આ પ્રબન્ધમાં ચાવડા વનરાજને બાલ્યાવસ્થામાં આશ્રય આપનાર પંચાસરના ચૈત્યવાસી આચાર્ય દેવચન્દ્રસૂરિ બતાવ્યા છે, જ્યારે બીજા ઘણું પ્રબન્ધમાં વનરાજના આશ્રયદાતા શીલગણુસૂરિ લખેલ છે, આ એક વિરાધ જણાશે પણ વાસ્તવમાં વિરોધ જેવું જણાતું નથી, કેમકે દેવચંદ્ર એ શીલગણસૂરિના પટ્ટધર શિષ્ય હતા તેથી વનરાજને ઉઠેરવાના કામમાં એમણે પણ વિશેષ લક્ષ્ય રાખ્યું હશે જ અને આ કારણે એ પણ વનરાજના પાલક જ ગણાય, પ્રબન્ધન લેખ પ્રમાણે અભયદેવના સમયમાં નવ અંગસૂત્રો ઉપર કોઈ ટીકા નહેતી રહી તેથી અભયદેવે નવી ટીકાઓ બનાવી, પણ અભયદેવસૂરિના પિતાના જ લેખ પ્રમાણે તે વખતે સૂત્રો ઉપર પ્રાચીન ટીકાઓ વિદ્યમાન હતી. દાખલા તરીકે અભયદેવસૂરિ ભગવતીની ટીકામાં ભગવતી ઉપર તે વખતે બે પ્રાચીન ટીકાઓ હેવાનું લખે છે. એ જ પ્રમાણે બીજા સૂત્રો ઉપર પણ તે સમયે ટીકાએ વિદ્યમાન હોવાના તેમના ઉલ્લેખો છે, આ પરિસ્થિતિમાં કાલવશાત ટીકાઓના નાશથી અભયદેવે શાસનદેવીના આદેશથી નવી ટીકાઓ. બનાવી એ હકીકત દન્તકથા માત્ર ઠરે છે. પ્રબન્ધના લેખનો ભાવ વિચારતાં અભયદેવે પત્યપદ્રનગર (પચપદરા-મારવાડ) માં ગયા પછી એ ટીકાઓ બનાવી હતી, પ્રબન્ધના બીજા ઉલ્લેખોથી પણ એ ટીકાએ પાટ ની બાહર બનેલી સિદ્ધ થાય છે પણ અભયદેવના પોતાના લેખથી એ હકીકત વિરૂદ્ધ કરે છે, કારણ કે તેમણે અનેક સ્થલે એ ટીકા પાટણમાં બનાવ્યાનો ઉલ્લેખ કર્યો છે અને પાટણના સંઘના અગ્રેસર દ્રોણાચાર્ય પ્રમુખ વિદ્વાનોએ એ ટીકાઓનું સંશોધન કર્યાનું તે લખે છે. દેવીએ આપેલ આભૂષણ ભીમરાજાને ભેટ કરવા અને તેણે ત્રણ લાખ દ્રમ્મ આપવા સંબધી હકીકત પણ કેવલ દન્તકથા જણાય છે. કારણ કે ભીમદેવ સં. 1120 અથવા 1121 માં પરલોકવાસી થઈ ગયો હતો, જ્યારે બધી ટીકાઓ સં. 1120 થી 1128 સુધીમાં બની હતી એમ ટીકાઓના અન્તમાં આપેલ સંવત ઉપરથી સિદ્ધ છે. તેના પ્રબંધકાર શીલાચાર્યનું જ બીજું નામ કહ્યાચાર્ય જણાવે છે, પણ આમાં કઈ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust