SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ * * - --- - શ્રી પ્રભાવક ચરિત્ર. સિવાય સુવિહિત સાધુ પાટણમાં રહી નહોતા શકતા, આચાર્ય વર્ધમાનસૂરિએ પોતાના શિષ્ય જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરને ત્યાં મોકલીને પાટણમાં સુવિહિત સાધુઓને વિહાર અને નિવાસ ચાલુ કરાવવાનો વિચાર કર્યો અને પોતાના ઉક્ત બંને શિષ્યોને પાટણ તરફ વિહાર કરાવ્યો. જિનેશ્વર અને બુદ્ધિસાગર પાટણમાં ગયા પણ ત્યાં તેમને ઉતરવા માટે ઉપાશ્રય મલ્યો નહિ, બધે ફરીને તેઓ ત્યાંના સોમેશ્વર નામના પુરહિતને ત્યાં ગયા અને પિતાની વિદત્તાને પરિચય આપી પુરેહિતના મકાનમાં રહ્યા. જ્યારે ચૈત્યવાસિને એ સમાચાર મલ્યા તે પોતાના નિયુક્ત પુરૂષો દ્વારા તેમને પાટણ છોડી જવા જણાવ્યું, પણ પુરોહિતે કહ્યું કે આ બાબતને ન્યાય રાજસભામાં થશે, આથી ચૈત્યવાસિયોએ રાજાની મુલાકાત લીધી ને વનરાજના સમયથી પાટણમાં સ્થપાયેલ ચૈત્યવાસિની સાર્વભૌમ સત્તાનો ઇતિહાસ સમજાવ્યું, જે ઉપરથી પાટણનો નૃપતિ દુર્લભરાજ પણ લાચાર થયો અને પિતાના ઉપરોધથી એ સાધુઓને અહીં રહેવા દેવા માટે આગ્રહ કર્યો જે વાત ચૈત્યવાસિયોએ માન્ય કરી. એ પછી પુરહિત સુવિહિત સાધુઓના ઉપાશ્રય માટે રાજાને પ્રાર્થના કરી, રાજાએ એ કામની ભલામણ પોતાના ગુરૂ શૈવાચાર્ય જ્ઞાનદેવને કરી જે ઉપરથી ભાત બજારમાં યોગ્ય જમીન પ્રાપ્ત કરીને પુરેહિતે ત્યાં ઉપાશ્રય કરાવ્યો, ત્યારપછી સુવિહિત સાધુઓને માટે વસતિઓ થવા માંડી. - બુદ્ધિસાગરસરિએ જાલોર-મારવાડમાં રહીને સં. 1080 માં “બુદ્ધિસાગર” નામનું નવું વ્યાકરણ બનાવ્યું કે જેનું શ્લોક પ્રમાણ 7000 જેટલું છે. કાલાન્તરે જિનેશ્વરસૂરિએ ધારાનગરી તરફ વિહાર કર્યો અને ત્યાંના રહેવાસી ધનદેવ શેઠના પુત્ર અભયકુમારને દીક્ષા આપીને અભયદેવ નામે પોતાના શિષ્ય કર્યા, અને યોગ્યતા પ્રાપ્ત થતાં વર્ધમાનસૂરિના આદેશથી આચાર્ય પદ આપીને તેમને સં. 1088 માં અભયદેવસૂરિ બનાવ્યા. વર્ધમાનસૂરિના સ્વર્ગવાસ પછી અભયદેવસૂરિએ પત્યપદ્રપુર તરફ ગયા, તે સમયે દુર્ભિક્ષના કારણે સિદ્ધાન્ત છિન્નભિન્ન થવા ઉપરાન્ત તેની ટીકાઓ કે જે પૂર્વે શીલાચાર્ય નામના આચાર્યો બનાવી હતી તેમાંથી પણ પહેલી બે અંગસૂત્રોની ટીકાઓને છોડીને બાકીની બધી નાશ પામી હતી, આથી બધાં સૂત્રો કઠિન કૂટ જેવાં થઈ પડયાં હતાં, આ વિષયમાં અભયદેવસૂરિને શેષ નવ અંગોની ટીકાઓ બનાવવાને શાસનદેવીને આદેશ થયો અને તેમણે તે પ્રમાણે ઠાણાંગ આદિ નવ સૂત્રેની ટીકાઓ બનાવી, જે મૃતધરોએ શુદ્ધ કરીને પ્રમાણ કરી. તે પછી શ્રાવકેએ તે ટીકાઓની પ્રતો લખાવીને પાટણ, ખંભાત, આશાવલ, ધવલકા આદિ નગરના 84 શ્રાવકેએ 84 નકલ કરાવીને આચાર્યોને ભેટ કરી. કહે છે કે આ નવીન ટીકાઓની પહેલી પ્રત પોતાના તરફથી લખવા માટે શાસનદેવીએ ખર્ચ માટે પોતાનું એક ભૂષણ આપ્યું હતું, જે પાટણ જઈ ભીમરાજાને ભેટ કરતાં રાજાએ તેના બદલામાં 3 લાખ કમ્મ આપ્યા હતા. એ આ ટીકાઓ બનાવ્યા પછી અભયદેવ ધવલકે ગયા હતા, જ્યાં તેમને લોહિવિકારની બીમારી થઈ હતી, પણ ધરણેન્દ્રના ૫સાયથી તે પાછળથી મટી ગઈ હતી. થાંભણું ગામ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy