________________ - Tધ થયા . - - શ્રી પ્રભાવક ચરિત્ર. w સિવાય સુવિહિત સાધુ પાટણમાં રહી નહોતા શકતા, આચાર્ય વર્ધમાનસૂરિએ પોતાના શિષ્ય જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરને ત્યાં મોકલીને પાટણમાં સુવિહિત સાધુઓનો વિહાર અને નિવાસ ચાલુ કરાવવાનો વિચાર કર્યો અને પોતાના ઉક્ત બંને શિષ્યને પાટણ તરફ વિહાર કરાવ્યો. જિનેશ્વર અને બુદ્ધિસાગર પાટણમાં ગયા પણ ત્યાં તેમને ઉતરવા માટે ઉપાશ્રય મલ્યો નહિ, બધે ફરીને તેઓ ત્યાંના સેમેશ્વર નામના પુરોહિતને ત્યાં ગયા અને પોતાની વિદત્તાને પરિચય આપી પુરેહિતના મકાનમાં રહ્યા. જ્યારે ચૈત્યવાસિને એ સમાચાર મલ્યા તે પોતાના નિયુક્ત પુરૂષો દ્વારા તેમને પાટણ છોડી જવા જણાવ્યું, પણ પુરોહિતે કહ્યું કે આ બાબતને ન્યાય રાજસભામાં થશે, આથી ચૈત્યવાસિયોએ રાજાની મુલાકાત લીધી ને વનરાજના સમયથી પાટણમાં સ્થપાયેલ ચૈત્યવાસિયોની સાર્વભૌમ સત્તાને ઇતિહાસ સમજાવ્યો, જે ઉપરથી પાટણનો નૃપતિ દુર્લભરાજ પણ લાચાર થયો અને પિતાના ઉપરોધથી એ સાધુઓને અહીં રહેવા દેવા માટે આગ્રહ કર્યો જે વાત ચૈત્યવાસિયોએ માન્ય કરી. એ પછી પુરહિત સુવિહિત સાધુઓના ઉપાશ્રય માટે રાજાને પ્રાર્થના કરી, રાજાએ એ કામની ભલામણ પોતાના ગુરૂ વાચાર્ય જ્ઞાનદેવને કરી જે ઉપરથી ભાત બજારમાં ગ્ય જમીન પ્રાપ્ત કરીને પુરેહિતે ત્યાં ઉપાશ્રય કરાવ્યો, ત્યારપછી સુવિહિત સાધુઓને માટે વસતિઓ થવા માંડી. બુદ્ધિસાગરસૂરિએ જાલોર-મારવાડમાં રહીને સં. 1080 માં “બુદ્ધિસાગર” નામનું નવું વ્યાકરણ બનાવ્યું કે જેનું ોક પ્રમાણ 7000 જેટલું છે. કાલાન્તરે જિનેશ્વરસૂરિએ ધારાનગરી તરફ વિહાર કર્યો અને ત્યાંના રહેવાસી ધનદેવ શેઠના પુત્ર અભયકુમારને દીક્ષા આપીને અભયદેવ નામે પિતાના શિષ્ય કર્યા, અને યોગ્યતા પ્રાપ્ત થતાં વર્ધમાનસૂરિના આદેશથી આચાર્ય પદ આપીને તેમને સં. 1088 માં અભયદેવસૂરિ બનાવ્યા. વર્ધમાનસૂરિના સ્વર્ગવાસ પછી અભયદેવસૂરિએ પત્યપદ્રપુર તરફ ગયા, તે સમયે દુર્ભિક્ષના કારણે સિદ્ધાન્ત છિન્નભિન્ન થવા ઉપરાન્ત તેની ટીકાઓ કે જે પૂર્વે શીલાચાર્ય નામના આચાર્ય બનાવી હતી તેમાંથી પણ પહેલી બે અંગસૂત્રોની ટીકાઓને છોડીને બાકીની બધી નાશ પામી હતી, આથી બધાં સૂત્રો કઠિન કૂટ જેવાં થઈ પડયાં હતાં, આ વિષયમાં અભયદેવસૂરિને શેષ નવ અંગોની ટીકાઓ બનાવવાનું શાસનદેવીને આદેશ થયો અને તેમણે તે પ્રમાણે ઠાણાંગ આદિ નવ સૂત્રોની ટીકાઓ બનાવી, જે મૃતધરોએ શુદ્ધ કરીને પ્રમાણ કરી. તે પછી શ્રાવકેએ તે ટીકાઓની પ્રતો લખાવીને પાટણ, ખંભાત, આશાવલ, ધવલકા આદિ નગરના 84 શ્રાવકોએ 84 નકલો કરાવીને આચાર્યોને ભેટ કરી. કહે છે કે આ નવીન ટીકાઓની પહેલી પ્રત પિતાના તરફથી લખવા માટે શાસનદેવીએ ખર્ચ માટે પોતાનું એક ભૂષણ આપ્યું હતું, જે પાટણ જઈ ભીમરાજાને ભેટ કરતાં રાજાએ તેના બદલામાં 3 લાખ દ્રમ્મ આપ્યા હતા. આ ટીકાએ બનાવ્યા પછી અભયદેવ ધવલકે ગયા હતા, જ્યાં તેમને લોહિવિકારની બીમારી થઈ હતી, પણ ધરણેન્દ્રના પસાયથી તે પાછળથી મટી ગઈ હતી. થાંભણું ગામ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust