________________ 87 શ્રી મહેન્દ્રસૂરિ. કર્યો, ભેજે બીજીવાર આમંત્રણ મોકલીને કહેવરાવ્યું કે “તું મુંજને મોટા પુત્ર છે અને હું છેટે, આ અવન્તિ દેશ ત્યારે છે, આ દેશની રાજસભાની છત તે હારી જીત, અને એની હાર તે હારી હાર છે, મારા માટે નહિ પણ હારા દેશની લાજની ખાતર હારે આવવું હોય તો આવ, ચાહે ન આવ, મહારે આ વિષે વધારે કહેવા જેવું નથી.” રાજાનાં આ વચન સાંભળીને ધનપાલ ધારાનગરીએ આવ્યો અને કૌલકવિધર્મને પરાજય કર્યો. કૌલકવિધર્મ ભરૂચ નિવાસી. સરદેવ બ્રાહ્મણનો પુત્ર હતો, એ બાળપણમાં તે અભણ અને મૂખપ્રાય હતો, પણ પાછલથી કોઈએક ગિનીના વરદાનથી એને કવિત્વ શક્તિ પ્રાપ્ત થઈ હતી અને ત્યારથી જ એ શાક્ત બનીને ઘર છોડીને ચાલી નિકલ્યો હતા. ધનપાલ તેમજ શાન્તિસૂરિ નામના જૈન આચાર્યે આ ધર્મ કવિને વાદમાં છ હતો. ભોજના રાજદ્વાર ઉપર ધર્મ કવિએ પિતાનું સૂચના પત્ર ચોટાડયું તેમાં તેણે અનેક વિદ્વાનોને છત્યાની ડીંગ હાંકી હતી, તેણે લખ્યું હતું કે જેણે ગૌડ ભૂમીમાં “શંભુ” નામના પંડિતને ધારાનગરીમાં “જિ” નામથી પ્રસિદ્ધ વિદ્વાનને ભક્ટિ મંડલમાં “વિષ્ણુ” પંડિતને અને કાન્યકુજનો “પશુપતિ' નામના વિદ્વાનને જીત્યો છે તે કવિ “ધર્મ' આ સ્વયં ઉપસ્થિત થયો છે. આ કવિ ધર્મ અને એણે જીતેલા વિદ્વાનોના વિષયમાં ઇતિહાસ સંશોધક વિદ્વાનોએ વિશેષ અનુસંધાન કરવું જોઈએ. આચાર્ય મહેન્દ્રસૂરિને સમય શિથિલાચાર પ્રધાન હતા છતાં એ પિતે સુવિહિત ક્રિયાપાત્ર સાધુ હતા એમ જણાય છે. . : આચાર્ય મહેન્દ્રસૂરિએ કઈ ગ્રન્થ પ્રકરણની રચના કર્યાને લેખ જણાતો નથી પણ એમના શિષ્ય શોભન મુનિએ-કે જેઓ બહું જીવ્યા ન હતા–ચતુર્વિશતિ જિનસ્તુતિ' ની રચના કરી હતી જે હજી પણ ઉપલબ્ધ થાય છે. આ ચતુર્વિશતિ જિનસ્તુતિ નામના ગ્રન્થ ઉપર પંડિત ધનપાલે “અવચૂરિ’ લખેલ છે. અવચૂરિ ઉપરાન્ત તિલકમંજરી કથા, પાઈયલચ્છીનામમાલા, સ્તુતિ પંચાશિકા, એ ધનપાલે રચેલા ગ્રન્થ આજે ઉપલબ્ધ થાય છે. મહેન્દ્રસિરિ, ધનપાલ, શોભન, કવિ ધર્મ, રાજા ભોજ, અને શાન્તિસૂરિ પ્રબન્ધમાં ઉલ્લેખાયેલ આ બધા વિદ્વાને અગ્યારમી સદીમાં થયેલ છે. પ્રબન્ધની સમાપ્તિમાં ગ્રન્થકારે એક વધારાનું પદ્ય આપ્યું છે જેમાં આ ગ્રન્થના સંશોધક પ્રદ્યુમ્નસૂરિના ગુરૂ દેવાનન્દસરિએ હૈમ વ્યાકરણથી ઉધરીને “સિદ્ધ સારસ્વત’ નામનું નવું વ્યાકરણ આને ઉલ્લેખ કરેલ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust